ટોક્યો-
ભારતીય બરછી ફેંકનારી અન્નુ રાની, જે આજે ઓલિમ્પિક સ્ટેડિયમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે આવી હતી, તેણે 54.04 નું શ્રેષ્ઠ અંતર જાળવી રાખ્યું હતું અને તે તેના જૂથમાં 14માં સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાય થઈ શકી ન હોતી. અન્નુએ તેના પ્રથમ પ્રયાસમાં 50.35 નું અંતર કાપ્યું હતું, ત્યારબાદ તે તેના બીજા પ્રયાસમાં 53.14 નું વધુ સારું અંતર કાપી શકી હતી. પછી તેના છેલ્લા પ્રયાસમાં, તે માત્ર 54.04 નું અંતર કાપી શકી હતી. આ પછી તેણી તેના જૂથમાં 14 માં ક્રમે રહી હતી આ સાથે તેની ઓલિમ્પિક સફર સમાપ્ત થાય છે. બરછી ફેંકવાના ક્વોલિફિકેશન રાઉન્ડને બે ગ્રુપ 'A' અને 'B' માં વહેંચવામાં આવ્યા હતા. જેમાં દરેક ગ્રુપમાં 15-15 ખેલાડીઓ હતા. અન્નુ રાનીને A ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ બંનેમાં ગ્રુપના દરેક ખેલાડીને 3 પ્રયાસો આપવામાં આવ્યા હતા જેમાં 63નો ગુણ ખેલાડીને ફાઇનલ માટે ક્વોલિફાઇ કરે છે. 12માં અન્નુ રાની બરછી ફેકના ફાઇનલમાંથી બહાર થયા હતા. અન્નુએ તેના પ્રથમ પ્રયાસમાં 50.35 નું અંતર કાપ્યું હતું, ત્યારબાદ તે તેના બીજા પ્રયાસમાં 53.14 નું વધુ સારું અંતર કાપી શકે છે. પછી તેના છેલ્લા પ્રયાસમાં, તે માત્ર 54.04 નું અંતર કાપી શકી હતી.