વોશિંગટન-
ઇન્ડિયન અમેરિકન મહિલા 71 વર્ષીય ડો.શકુન્તલા હરકસિંઘને ' વર્લ્ડ ફૂડ પ્રાઈઝ 2021 ' એનાયત કરવામાં આવ્યો છે. વર્લ્ડ ફૂડ એવોર્ડે તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે, બાંગ્લાદેશની નાની માછલીની જાતિઓ પર ડો. શકુંતલા દ્વારા કરાયેલા સંશોધન તમામ સ્તરે સીફૂડ સિસ્ટમ પ્રત્યે પોષક સંવેદનશીલ અભિગમ વિકસાવવામાં મદદરૂપ સાબિત થશે. જેનાથી એશિયા અને આફ્રિકામાં રહેતા લાખો ગરીબ લોકોને ખૂબ પૌષ્ટિક આહાર મળશે. `ડો.શકુંતલાએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક તરીકે આ એક મોટી ઉપલબ્ધિ છે કારણ કે આ અગાઉ અનેક વખત કૃષિ સંશોધન ક્ષેત્રે દરિયાઇ ખાદ્ય પધ્ધતિ અને માછલીઓની ભૂમિકાની અવગણના કરવામાં આવતી હતી. જેને હવે આવશ્યક માન્યતા મળશે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.