હરારે:યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગીલની જાેરદાર બેટિંગથી ભારતે ચોથી ્૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને ૧૦ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શુભમનની કેપ્ટન્સીમાં શ્રેણીમાં ૩-૧ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હરારેના સ્પોર્ટ્સ ક્લબ મેદાનમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪૬ રનની ઇનિંગમાં ૭ વિકેટ ગુમાવીને ૧૫૨ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે યશસ્વી અને ગિલની શાનદાર રમતથી માત્ર ૧૫.૨ ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ્૨૦ ક્રિકેટમાં આ બીજી વખત હતું જ્યારે ટીમ ઈન્ડિયાએ ટાર્ગેટનો પીછો કરતા ૧૦ વિકેટે મેચ જીતી હતી. આ પહેલા વર્ષ ૨૦૧૬માં ભારતે ૧૦ વિકેટે ૧૦૦ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તેણે ૯૩ રનની અણનમ ઇનિંગમાં ૫૩ બોલનો સામનો કર્યો, જેમાં તેણે ૧૩ ફોર અને ૨ સિક્સ પણ ફટકારી. યશસ્વી ઉપરાંત કેપ્ટન શુભમન ગિલે પણ માત્ર ૩૫ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. શુભમન ગિલ અંત સુધી અણનમ રહ્યો હતો. આ ઈનિંગમાં તેણે ૩૯ બોલમાં ૫૮ રન બનાવ્યા જેમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા પણ લગાવ્યા હતા અને ભારત સામેની ચોથી ્૨૦ મેચમાં ઝિમ્બાબ્વેના બોલરોની હાલત ખરાબ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલને કોઈ બોલર પરેશાન કરી શક્યો નહોતો. બંને બેટ્સમેનોએ દરેક દિશામાં સરળતાથી શોટ ફટકાર્યા હતા. આ જ કારણ છે કે ભારતીય ટીમે ૨૮ બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઝિમ્બાબ્વે તરફથી ફરાઝ અકરમ સૌથી મોંઘો ખેલાડી હતો. તેણે ચાર બોલમાં ૪૧ રન આપ્યા જ્યારે એક પણ વિકેટ ન મળી. આ સિવાય શાનદાર ફોર્મમાં રહેલા કેપ્ટન સિકંદર રઝા પણ બે ઓવરમાં ૨૪ રન આપ્યા બાદ ખાલી હાથ રહ્યો હતો. આ રીતે, ભારતીય ઓપનરોએ મેચમાં ઝિમ્બાબ્વેના બોલરો પર તબાહી મચાવી હતી, ભારત સામેની ચોથી ટી-૨૦ મેચમાં યજમાન ઝિમ્બાબ્વેની બેટિંગ પણ ઘણી સામાન્ય રહી હતી. સુકાની સિકંદર રઝા સિવાય અન્ય કોઈ ખેલાડી પોતાની પ્રતિભા બતાવી શક્યો ન હતો. આ મેચમાં સિકંદર રઝાએ ૪૬ રન બનાવ્યા હતા. આ સિવાય તદિવનાશે મારુમણીએ ૩૨ રનનું યોગદાન આપ્યું હતું જ્યારે વેસ્લી માધવેરેએ ૨૫ રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેની ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયા માટે ખલીલ અહેમદે બે વિકેટ ઝડપી હતી જ્યારે તુષાર દેશપાંડે, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા અને શિવમ દુબેને એક-એક વિકેટ મળી હતી.