ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કૃષિ નિકાસ ૩ ટકા ઘટીને ૫.૮૮ બિલિયન ડોલર થઈ છે. વૈશ્વિક પડકારો તેમજ સ્થાનિક સ્તરે પુરવઠાની સ્થિતિને કારણે આ સ્થિતિ ઉદભવી છે. કૃષિ ક્ષેત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે. આ પડકારોમાં લાલ સમુદ્રના સંકટને કારણે માલસામાનની વધતી જતી કિંમત અને હવાઈ માર્ગે માલ મોકલવો અને વૈશ્વિક સ્તરે મકાઈના ઘટતા ભાવનો સમાવેશ થાય છે. તેની અસર નિકાસકારોને થઈ છે.નિકાસને અસર કરતું બીજું પરિબળ ભારતમાં નોન-બાસમતી અને અન્ય જાતો પર પ્રતિબંધ છે અને તેનાથી ચોખાની નિકાસ પર અસર પડી છે.
ભારતની બાસમતી અને નોન-બાસમતી ચોખાની નિકાસ જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ૦.૪૬ ટકા ઘટીને ઇં૨.૮ બિલિયન થઈ છે. જાે કે, સરકારને આશા છે કે ભારત આગામી છ મહિનામાં ગયા વર્ષના ચોખાની નિકાસ સુધી પહોંચી જશે.લાલ સમુદ્રના સંકટને કારણે લોજિસ્ટિક્સ સંબંધિત ઘણા મુદ્દાઓ ઉભા થયા છે. હજુ પણ આ ચાલુ રહેવાને કારણે હવાઈ નૂરની કિંમતમાં પણ વધારો થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા મુદ્દાને કારણે કન્ટેનરની અછત સર્જાઈ છે. ભારતમાં આ વર્ષે મકાઈનું સારું ઉત્પાદન થયું છે. દેશમાં મકાઈના ભાવ ઊંચા છે જ્યારે વૈશ્વિક સ્તરે તે નીચા છે. જેના કારણે મકાઈની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ઘઉં, નોન-બાસમતી ચોખા, બાજરી જેવા નિયંત્રિત કૃષિ ઉત્પાદનોના ઉત્પાદનમાં ઘટાડો થયો છે સરકાર આગામી બેથી ત્રણ મહિનામાં નોન-ટ્રેડ અવરોધોને દૂર કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરવા પર કામ કરી રહી છે.