ભારત બંને દેશોના લોકોના લાભને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવી રાખશે  : પાક

ઇસ્લામાબાદ:મોદી ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાયા બાદ પાકિસ્તાને ટિપ્પણી કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બલોચે ભારતને કહ્યું કે અમને આશા છે કે ભારત બંને દેશોના લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવી રાખશે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોના ઉકેલ માટે પગલાં લેશે.દેશમાં સતત ત્રીજી વખત ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએની જીત સાથે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જે બાદ પાકિસ્તાન તરફથી એક ટિપ્પણી આવી છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાયા બાદ પાકિસ્તાન હવે શાંતિની વાત કરી રહ્યું છે.પાકિસ્તાને કહ્યું કે તે ભારત સહિત તમામ પડોશી દેશો સાથે શાંતિની વાત કરવા માંગે છે. સાથોસાથ સહકારી સંબંધો રાખવા માંગે છે અને દરેક પ્રકારના વિવાદને શાંતિપૂર્ણ વાતચીતની મદદથી ઉકેલવા માંગે છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશા ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે સહકારી સંબંધો અને શાંતિ જાળવી રાખવા માંગે છે. જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર જેવા મોટા વિવાદ સહિત ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓને ઉકેલવા માટે સતત વાતચીત અને શાંતિની વાત કરે છે.ભારત સરકારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ એક ઐતિહાસિક ર્નિણય લીધો. સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપતી કલમ ૩૭૦ની કેટલીક જાેગવાઈઓ રદ કરી હતી. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો હતો. કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના સંબંધો ઓછા કર્યા છે.જાેકે ભારત સતત શાંતિની વાત કરી રહ્યું છે. માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ભારત દરેક પડોશી દેશ સાથે શાંતિ અને વાતચીત જાળવી રાખવા માંગે છે. પરંતુ સાથે જ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ભારત એવું પણ કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધો ત્યારે જ સ્થાપિત થઈ શકે છે જ્યારે પાકિસ્તાન આતંકવાદનો માર્ગ છોડીને તેની અપવિત્ર ગતિવિધિઓથી દૂર રહે.ભારત સાથે શાંતિ જાળવવા અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બલોચે કહ્યું, “પાકિસ્તાન શાંતિ જાળવવામાં માને છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution