દિલ્હી-
સ્વતંત્રતા દિવસથી ઠીક ત્રણ દિવસ પહેલા ભારત આખરે પોતાના સૌથી ઉચ્ચ કોટીના ઉપગ્રહ (જીસેટ-૧)ને લૉન્ચ કરશે. દેશની સુરક્ષાની દ્રષ્ટીએ પણ આ સેટેલાઇટ ઘણો મહત્વપૂર્ણ સાબિત થશે. આના દ્વારા દેશની સરહદોની વાસ્તવિક તસવીરો લેવામાં મદદ મળશે. પાકિસ્તાન અને ચીન સાથેની સરહદ પર ભારત પહેલાથી સારી નજર રાખી શકશે. સેટેલાઇટને ૧૨ ઑગષ્ટના સવારે ૫ઃ૪૩ વાગ્યે શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવશે.
એકવાર પૃથ્વીથી ૩૬,૦૦૦ કિમી ઉપર કક્ષામાં સ્થાપિત થયા બાદ આ ઉપગ્રહ ‘આકાશમાં આંખ’ બનીને દેખરેખ કરશે. આ ઉપગ્રહ દ્વારા મોટા એરિયાની દેખરેખ એક સમયમાં કરી શકાશે. આની નજરથી દુશ્મનો પણ નહીં બચી શકે. અંતરિક્ષ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, આ સેટેલાઇટ ભારત માટે ઘણો મહત્વપૂર્ણ થવાનો છે. અત્યધિક ક્ષમતાના કેમેરા લાગ્યા હોવાના કારણે સેટેલાઇટ ભારતીય ભૂમિ અને દરિયાની દેખરેખ કરશે, ખાસ કરીને સરહદોની. જીસેટ-૧નું લૉન્ચિંગ મૂળ રીતે આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાથી ૫ માર્ચના થવાનું હતું, પરંતુ ટેકનિકલ કારણોના લીધે લૉન્ચિંગ ઠીક એક દિવસ પહેલા રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨,૨૬૮ કિગ્રા વજનના આ ઉપગ્રહના લૉન્ચિંગમાં કોવિડ-૧૯થી જાેડાયેલું લોકડાઉન હોવાના કારણે વિલંબ થયો. આના લૉન્ચિંગનો કાર્યક્રમ બાદમાં એપ્રિલ અને પછી મે માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ દેશના અનેક ભાગોમાં લોકડાઉનના કારણે આવું ના થઈ શક્યું. આ વર્ષે ભારતનું આ પ્રાથમિક ઉપગ્રહનું પહેલું પ્રક્ષેપણ હશે. ઇસરોએ ૨૮ ફેબ્રુઆરીના બ્રાઝિલના પ્રાથમિક ઉપગ્રહ અમેઝોનિયા-૧ની સાથે કેટલાક દેશી ઉપગ્રહો સહિત ૧૮ નાના ઉપગ્રહોને લૉન્ચ કર્યા હતા. કોરોના મહામારીના કારણે આ સેટેલાઇટના લૉન્ચિંગમાં મોડું થયું. ઇસરોનું ય્જીન્ફ-હ્લ૧૦ રૉકેટ આખરે ૨,૨૬૮ કિલોગ્રામ વજનના ય્ૈજટ્ઠં-૧, કોડનેમ ઈર્ંજી-૩ને જિયો-ઑર્બિટમાં નાંખવા માટે તૈયાર છે. સરહદની સુરક્ષાની સાથે સાથે કુદરતી હોનારતો સહિત હવામાનની રિયલ ટાઇમ જાણકારી પણ મળશે.