દિલ્હી-
ભારતને નવેમ્બર મહીનાની શરૂઆતમાં વધુ ત્રણ રાફેલ વિમાન મળી જશે જાેકે તારીખોની સત્તાવાર જાહેરાત થઇ નથી. હજુ પાંચ રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થઇ ચૂક્યા છે.
કુલ 36 વાયુસેનાને ૨૦૧૬ના કરાર અનુસાર કુલ 36 રાફેલ વિમાન મળવાના છે. જેમાંથી શરૂઆતમાં પાંચ 10 સપ્ટેમ્બરના રોજ ભારતીય વાયુસેનાના અંબાલા એરબેસ પર ઔપચારિક રૂપથી તૈનાત થઇ ચૂક્યા છે. તેમને વાયુસેનામાં સામેલ કરતી વખતે ભારત અને ફ્રાંસ બંને દેશોના રક્ષામંત્રી હાજર રહ્યા હતા.
રાફેલની બીજી બેચમાં ત્રણ વિમાન ભારતીય વાયુસેનાનો ભાગ બનશે અને તેમને પશ્વિમ બંગાળમાં તૈનાત કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે ભારત-ચીનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાફેલ વિમાનો આવતાં વાયુસેનાને ખૂબ મજબૂતી મળી છે.