આજે હોકી ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો ગ્રેટ બ્રિટન સાથે મુકાબલો


પેરિસ:ભારતીય પુરુષ હોકી ટીમનો ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો ગ્રેટ બ્રિટન સાથે થશે.રવિવાર, ૪ ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યાથી રમાશે. . ભારતના ૧૪૦ કરોડ દેશવાસીઓ પણ આ વખતે તેમની ટીમ પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યા છે. ભારતીય ટીમે ગત ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. ભારતીય પુરૂષ હોકી ટીમે છેલ્લે ૧૯૮૦ મોસ્કો ઓલિમ્પિકમાં તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસમાં કાંગારૂઓ સામેની મેચમાં ૨ શાનદાર ગોલ ફટકારીને જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે કહ્યું છે કે, ‘અમે ઓલિમ્પિકમાં અમારું અભિયાન એક જીત સાથે શરૂ કર્યું હતું અને અમે નક્કી કર્યું હતું કે અમે જીત સાથે સમાપ્ત કરીશું. વિજેતા મેચ સાથે સમાપ્ત થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution