ભારતમાં મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયોઃઆરોગ્ય તંત્ર સતર્ક થયું

નવી દિલ્હી: ભારતમાં મંકીપોક્સનો એક કેસ સામે આવ્યો છે. વાસ્તવમાં, તાજેતરમાં એક યુવાન વ્યક્તિને એમપોક્સ (મંકીપોક્સ)ના ચેપના શંકાસ્પદ કેસ તરીકે ઓળખવામાં આવ્યો છે. દર્દીને આઈસોલેશન માટે નિર્દિષ્ટ હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે. હાલમાં, તેની સ્થિતિ સ્થિર છે. એમપોક્સની હાજરીની પુષ્ટિ કરવા માટે દર્દીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઁૈંમ્ના અહેવાલ અનુસાર, આ કેસને સ્થાપિત પ્રોટોકોલ અનુસાર મેનેજ કરવામાં આવી રહ્યો છે અને સંભવિત સ્રોતની ઓળખ કરવા અને દેશની અંદર પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે તેની સંપર્ક શોધ ચાલુ છે. આ કેસ દ્ગઝ્રડ્ઢઝ્રની તરફથી કરવામાં આવેલા જાેખમ મૂલ્યાંકન અનુરૂપ છે અને કોઈપણ બિનજરૂરી ચિંતાનું કોઈ કારણ નથી.દેશ આ પ્રકારના અલગ થલગ પ્રવાસ સંબંધિત કેસથી નિપટવા માટે પૂરી રીતે તૈયાર છે અને કોઈપણ સંભવિત જાેખમને મેનેજ કરવા અને ઘટાડવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. જેના માટે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. સાથે જ રાજ્યોને કોરોના વાયરસની પડકાર વચ્ચે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છેછેલ્લા દિવસોમાં થયેલી આરોગ્ય મંત્રાલયની બેઠકમાં એ વાત સામે આવી હતી કે મંકીપોક્સનો સામાન્ય રીતે ૨-૪ અઠવાડિયાનો ચેપ હોય છે અને દર્દીઓ સામાન્ય રીતે સહાયક સંબંધિત વ્યવસ્થાપનથી સાજા થઈ જાય છે.

ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે લાંબા સમય સુધી નજીકના સંપર્કથી અને સામાન્ય રીતે જાતીય સંપર્ક, શરીર, ઘાના પ્રવાહી સાથે સીધા સંપર્ક અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના દૂષિત કપડાં, ચાદરનો ઉપયોગ કરવાથી થાય છે. ઉૐર્ંએ આ પહેલાં જુલાઈ ૨૦૨૨માં મંકીપોક્સને ઁૐઈૈંઝ્ર જાહેર કર્યું હતું. જેને પછી મે ૨૦૨૩માં રદ કરી દેવામાં આવ્યું હતું. ૨૦૨૨થી વૈશ્વિક સ્તરે ઉૐર્ંએ ૧૧૬ દેશોમાંથી મંકીપોક્સને કારણે ૯૯,૧૭૬ કેસ અને ૨૦૮ લોકોના મૃત્યુ થયા હોવાની વાત કહી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક પોસ્ટમાં જણાવ્યું છે કે, સ્ર્ઁટ એક વાયરલ ચેપ છે જે ચેપગ્રસ્ત વસ્તુઓ, નજીકના સંપર્ક અને શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેમ કે કપડાં, ચાદર, ટુવાલ વગેરેનો ઉપયોગ કરવાનું ટાળો. ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરના પ્રવાહી અથવા ઘાના સંપર્કમાં આવવાથી ચેપ ફેલાવવાનું જાેખમ પણ હોઈ શકે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution