ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે સસ્તી વીમા પોલિસી લોન્ચ કરી


નવીદિલ્હી,તા.૨૯

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે પોતાની સેવાઓને નવી રીતે રજૂ કરી છે. તેણે સસ્તા પ્રીમિયમ પર બે નવી પર્સનલ એક્સિડન્ટ કવર પોલિસી લોન્ચ કરી છે. આ સ્કીમનુ નામ છે હેલ્થ પ્લસ અને એક્સપ્રેસ હેલ્થ. આ સ્કીમ એ લોકો માટે વરદાન સાબિત થશે, જે લોકો ઓછા પ્રીમિયમ પર મોટી રકમનો એક્સિડન્ટ વીમો મેળવવા માંગે છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ગત દિવસોમાં બહુ જ સસ્તા પ્રીમિયમમાં નવા પર્સનલ એક્સિડન્ટ કવર લોન્ચ કર્યાં છે. તેમાં હેલ્થ પ્લસ અને એક્સપ્રેસ હેલ્થ પ્લસ છે. તમામ પર્સનલ એક્સિડન્ટ કવર માટે પોલિસી સમય એક વર્ષનો છે. ૧૮ થી ૬૫ વર્ષની ઉંમરના કોઈ પણ વ્યક્તિ આ કવરની પસંદગી કરી શકે છે. આ કવર દુર્ઘટનમાં થતા મૃત્યુ, વિકલાંગતા અને સારવાર જેવા જાેખમમાં સુરક્ષા પ્રદાન કરશે.

હેલ્થ પ્લસ પ્લાન ત્રણ વિકલ્પોમાં આવે છે, જે વીમા રાશિ અને પ્રીમિયમના આધાર પર અલગ અલગ છે. તમામ વિકલ્પ દુર્ઘટનાથી મૃત્યુ કે સ્થાયી વિકલાંગતાના મામલામાં પરિવારના ફાઈનાન્શિયલ સહાયતા પ્રદાન કરે છે. સૌથી સસ્તો વિકલ્પ હેલ્થ પ્લસ ઓપ્શન ૧ છે. તેમાં ૫ લાખ રૂપિયાની વીમા રકમ આપવામા આવે છે. દુર્ભાગ્યરીતે મૃત્યુ કે સ્થાયી કે વ્યક્તિગત વિકલાંગતા મામલામા વીમો લેનાર વ્યક્તિના પરિવારને વીમારની ૧૦૦ ટકા રકમ મળશે. પોલિસીમા આપવામા આવેલી શરતો અનુસાર, હાડકા તૂટવા પર ૨૫૦૦૦ રૂપિયાની વીમા રકમ મળશે. આ ઉપરાંત લગ્ન માટે ૫૦૦૦૦ રૂપિયા સુધીનુ કવરેજ મળશે. હેલ્થ પ્લસ ઓપ્શન ૧ માટે વાર્ષિક પ્રીમિયર ટેક્સ સહિત ૩૫૫ રૂપિયા છે.

હેલ્થ પ્લસ ઓપ્શન ૨ માં ૧૦ લાખ રૂપિયાની વીમા રકમ આપવામા આવે છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે મૃત્યુ કે સ્થાયી અને વ્યક્તિગત વિકલાંગતા મામલે વીમો લેનાર વ્યક્તિના પરિવારને ૧૦૦ ટકા વીમા રકમ મળશે. પોલિસીમા આપવામાં આવેલી શરતો અનુસાર, હાડકા તૂટવા પર ૨૫૦૦૦ રૂપિયા વીમા રકમ મળશે. કોમામા જવા પર વ્યક્તિને ત્રણ મહિના સુધી તેનો લાભ મળશે. અંતિમ સંસ્કારના ખર્ચ માટે લગભગ ૫૦૦૦ રૂપિયાનું ક્લેમ કરી શકાય છે. હેલ્થ પ્લસ ઓપ્શન ૨માં બાળકની શિક્ષા માટે ૫૦૦૦૦ રૂપિયા સુધીની રકમ હશે. હેલ્થ પ્લસ ઓપ્શન ૨ માં વાર્ષિક પ્રીમિયમ ટેક્સ સહિત ૫૫૫ રૂપિયા છે.

હેલ્થ પ્લસ ઓપ્શન ૩ ત્રણ વિકલ્પોમાં સૌથી વ્યારક કવરેજ પ્રદાન કરે છે. તેમાં ૧૫ લાખ રૂપિયાની વીમા રકમ સામેલ છે. દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ કે સ્થાયી અને વ્યક્તિગત વિકલાંગતા મામલામાં વીમો લેનાર વ્યક્તિના પરિવારને ૧૦૦ ટકા વીમા રકમ પ્રાપ્ત કરશે. પોલિસીમાં આપવામાં આવેલી શરતો અનુસાર, હાડકા તૂટવા પર ૨૫૦૦૦ રૂપિયાની વીમા રકમ મળશે. સંતાનોના લગ્ન માટે ૧ લાખ રૂપિયા સુધીનું કવરેજ ઉપલબ્ધ મળશે. અન્ય તમામ લાભ હેલ્થ પ્લસ ઓપ્શન ૨ ની જેવા જ રહેશે. હેલ્થ પ્લસ ઓપ્શન ૩ નુ વાર્ષિક પ્રીમિયમ ટેક્સ સાથે ૭૫૫ રૂપિયા છે.

એક્સપ્રેસ હેલ્થ પ્લાન અંતર્ગત વીમાધારક ટેલી કન્સલટેશન, વાર્ષિક સ્વાસ્થય તપાસ અને અન્ય લાભોનો લાભ ઉઠાવી શકાય છે. હેલ્થ પ્લસ વિકલ્પના અન્ય ત્રણ લાભ પણ સંભવત તેમાં સામેલ હશે. જાેકે, પ્લાન વિશે હાલ કોઈ વિસ્તૃત માહિતી આવી નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution