ધિરાણની જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારતે સંસ્થાકીય સ્થાપત્યમાં પરિવર્તન કરવાની જરૂર



દેશમાં ઘરેલું બચત ફરીથી જાેવા મળી રહી છે જેમાં વર્ષ ૨૦૨૦-૨૧ બાદ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો અને આગામી દાયકામાં તે અર્થતંત્ર માટે સૌથી ટોચના ધિરાણદારો રહેશે તેવું ઇમ્ૈંના ડેપ્યુટી ગવર્નર માઇકલ દેબબ્રાતા પાત્રાએ જણાવ્યું હતું. ભારતમાં દરેક પરિવાર તેના રોકાણ કરતાં વધુ એટલે કે સરપ્લસ બચતનું સર્જન કરે છે જે તેઓ અન્ય સેક્ટર્સને ધિરાણ તરીકે આપે છે.

કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ફાઇનાન્સિંગ સમિટના સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તાજેતરના સમયગાળામાં દેશના અનેક ઘરોમાં નાણાકીય બચત તેના વર્ષ ૨૦૨૦-૨૧ના સ્તર કરતાં અડધી થઇ ગઇ હતી જેનું કારણ લોકોના વલણમાં જાેવા મળેલો ફેરફાર હતો. લોકો ફાઇનાન્સિયલ એસેટ્‌સમાંથી હાઉસિંગ જેવી ફિઝિકલ એસેટ્‌સ તરફ રોકાણ માટે વળ્યા હતા જેને કારણે પણ ઘરેલુ બચતમાં ઘટાડો જાેવા મળી રહ્યો હતો.

આગામી તબક્કામાં, લોકોની આવકમાં વૃદ્ધિને કારણે પરિવારો ફરીથી તેની ફાઇનાન્સિયલ એસેટ્‌સનું સર્જન શરૂ કરશે. આ પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે કારણ કે ઘરની ફાઇનાન્સિયલ એેસેટ્‌સ વર્ષ ૨૦૧૧-૧૭ના જીડીપીના ૧૦.૬%થી વધીને ૨૦૧૭-૨૩ (કોવિડના વર્ષને બાકાત કરતા) દરમિયાન વધીને ૧૧.૫%ના સ્તરે પહોંચી ચુકી છે. તેમની ઘરેલુ બચત પણ કોવિડના વર્ષો બાદ વધીને જીડીપીના ૧૨% પર પહોંચી છે અને તે આગામી સમયમાં વધુ વધી શકે છે. વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન તે જીડીપીના ૧૬% પર પહોંચી હતી. કોર્પોરેટ સેક્ટરે અર્થતંત્રમાં તેના ધિરાણમાં ઘટાડો કર્યો છે જે તેની આવકમાં વધારો તેમજ ક્ષમતાના નિર્માણમાં થયેલો ઘટાડો પણ દર્શાવે છે. પાત્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ધિરાણની જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારતે તેના સંસ્થાકીય સ્થાપત્યમાં પરિવર્તન કરવાની જરૂર રહેશે. મુખ્યત્વે સામાજિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોકોને આવડત માટે તાલીમ આપવી, ગ્રીન એનર્જી, ઇનોવેટિવ મેન્યુફેક્ચરિંગ તેમજ સ્જીસ્ઈને ધિરાણ આપવા પર ફોકસ રહેશે. સેકેન્ડર માર્કેટની ટ્રેડિંગ લિક્વિડિટી સાથે મજબૂત કોર્પોરેટ બોન્ડ માર્કેટ હોય તે પણ અનિવાર્ય છે.

બાહ્ય ધિરાણ રોકાણને આગળ ધપાવવામાં અને નવી ટેકનોલોજી લાવવામાં વધુને વધુ ગતિશીલ ભૂમિકા ભજવશે, જાે કે બાહ્ય ભંડોળના સંદર્ભમાં ક્ષમતા વિસ્તરણ સાથે નિકાસની સંભાવનાને વધારતા અને એફડીઆઈને આકર્ષિત કરવાના અનુસંધાનમાં વિસ્તરે તે પણ જરૂરી બની રહેશે. ભારતની ઊંચા સ્તરની વિકાસની હોડમાં, ધિરાણને અવરોધક નહીં પરંતુ સહાયક તરીકે જાેવું જાેઇએ.

ઝ્રૈંૈંના ડાયરેક્ટર ચંદ્રજિત બેનર્જીએ પણ દેશના બાહ્ય સેક્ટરના ઉત્કૃષ્ટ પ્રદર્શની સરાહના કરી હતી અને ઇમ્ૈંની તેનું ધિરાણ સ્થિર, ટકાઉ તેમજ દેશની આર્થિક નીતિ સાથે સુસંગત છે તે સુનિશ્ચિત કરવાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભૌતિક માળખાકીય સુવિધાઓ, ડિજિટલ અર્થતંત્ર માટેના ઘટકો અને રિન્યુએબલ એનર્જી, વેરહાઉસિંગ, સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રોમાં વધુ ધિરાણ મેળવવા માટે વધુ રોકાણ ઉપયોગી થઈ શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution