દિલ્હી-
ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ભારતે ફરી એક વખત વેક્સિનેશનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે કોરોના વેક્સિનેશનમાં અમેરિકાને પાછળ પાડી દીધું છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વેક્સિનના અત્યાર સુધી 32,36,63,297 ડોઝ આપવામાં આવ્યા છે. તો વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર, અમેરિકામાં કોરોના વેક્સિનના અત્યાર સુધી 32,33,27,328 ડોઝ આપવામાં આવ્યા છે. વિશ્વનું સૌથી મોટું કોરોના વેક્સિનેશન અભિયાન ભારત દેશમાં ચાલી રહ્યું છે ત્યારે ભારત કોરોના વેક્સિનેશન મામલામાં ભારતે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે કોરોના વેક્સિનેશનમાં અમેરિકાને પાછળ મુકી દીધું છે. ભારતમાં કોરોના વેક્સિનના અત્યાર સુધી 32,36,63,297 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. જ્યારે અમેરિકામાં 32,33,27,328 ડોઝ આપવામાં આવ્યા છે.