ઓલિમ્પિકમાં ભારતઃ હમ કીસીસે કમ નહીં

ભારત રમત વિશ્વમાં હરણફાળ ભરવા માંગે છે. ક્રિકેટમાં તો લગભગ બધા ફોર્મેટમાં ભારત નંબર વન બની ચૂક્યું છે. પરંતુ તે સિવાયની રમતોમાં પણ ભારતે પ્રગતિ કરી છે. તેની પારાશીશી ઓલિમ્પિક છે. તારીખ ૨૬ જુલાઈના રોજથી ફ્રાન્સના ખાતે ઓલમ્પિકનો પ્રારંભ થયો છે. જેમાં કુલ ૩૨ રમતોમાં ૨૦૬ દેશમાં ખેલાડીઓ ભાગ લીધો છે. ભારતે આ વખતે ઓલિમ્પિકમાં કુલ ૧૧૭ ખેલાડીઓની ટીમ ઉતારી છે. જેમાં ૪૭ મહિલા ખેલાડીઓ છે. જ્યારે ૬૦ પુરુષ ખેલાડીઓ છે. આ વખતે ગ્રુપમાં ૪૦ ટકા મહિલા ખેલાડીઓ છે જે ગત ઓલિમ્પિક કરતા ઓછી ટકાવારી છે. ટોકિયો ખાતે ભાગ લેનાર ૧૨૦ ખેલાડીઓમાંથી ૪૪ ટકા મહિલા ખેલાડીઓ હતી. જ્યારે પેરિસ ઓલિમ્પિકમાં ૯૮ ખેલાડીઓ એટલે કે ૮૪ ટકા ૩૦ વર્ષથી ઓછી છે અહીં ભાગ લેનારા કુલ ૧૧૭ ખેલાડીઓ માટે પોતાની ઓલમ્પિક પ્રથમ વાર રમી રહ્યા છે. ભારતીય ટીમમાં ઍથલેટિક્સની ટીમ સૌથી મોટી છે. જેમાં ૨૯ ખેલાડી છે. ત્યારબાદ શૂટિંગમાં ૨૧ અને હોકીમાં ૧૯ છે. સૌથી જૂના અને ઉંમરલાયક ખેલાડીની ઉંમરમાં ૩૦ વર્ષનું અંતર છે. ૧૩ ખેલાડી આર્મી બેક ગ્રાઉન્ડમાંથી આવે છે. ભારતની મહિલા ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ૧૫૦માંથી સાત મેડલ જીત્યા છે. જેમાંથી ત્રણ ટોકિયોમાં જીત્યા હતા. આ વિજેતામાં મીરાબાઈ, લવલીના અને સિંધુનો સમાવેશ થાય છે. આ વખતે ભારતીય ખેલાડીઓ ડબલ ડિજિટમાં જીતે તેવી આશા રાખવામાં આવી રહી છે. કારણ કે ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓ છે કે જે ચોક્કસપણે મેડલ જીતે એવું છાતી ઠોકીને કહી શકે એમ છે. જેમાં સૌથી ઉપર નામ છે નીરજ ચોપરાનું. ભાલાફેકમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિનું પુનરાવર્તન તે ફરી કરે એવું લગભગ નિશ્ચિત મનાય છે. જાેકે ગત વર્ષોમાં તેને કોઈ મોટી રમતોમાં ભાગ લીધો નથી. છતાં પણ આ ઇવેન્ટમાં જે ખેલાડીઓ છે તેની સરખામણીમાં હજુ પણ નિરજ ચોપરા આગળ છે. બીજી આશા ત્રીપલ ચેસમાં અવિનાશ પર છે. તે ગોલ્ડ મેડલ જીતે એવી અપેક્ષા રાખવામાં આવે છે. નીરજ ે ટોકિયો ઓલિમ્પિક ૨૦૨૧માં ચેમ્પિયન બન્યા બાદ સતત સારું પ્રદર્શન કર્યું છે. ૨૦૨૨ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને ૨૦૨૩ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત પ્રતિષ્ઠિત ડાયમંડ લીગમાં ૨૦૨૨માં ચેમ્પિયન બન્યો હતો. તે ૨૩ મેથડ જીતી ચૂકયો છે. તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન ૮૯ પોઇન્ટ ૯૪ મીટર છે તે સતત ત્રણ વર્ષથી સારું પ્રદશન કરી રહ્યો છે. તેણે ફીનલેન્ડ, જર્મની અને તુર્કીમાં તાલીમ લીધી છે. નીરજ ગત છેલ્લા વર્ષમાં તે વિશેષ મોટી ટુર્નામેન્ટમાં રમ્યો નથી. ઘણી ઓછી ટુર્નામેન્ટ, સરેરાશ માત્ર ત્રણ ટુર્નામેન્ટમાં જ રમ્યો છે. જેમાંથી એકમાં જ મોટા ખેલાડીઓ હતા. બાકી સરેરાશ ખેલાડીઓ હતા. નીરજને એન્ડરસન સામેથી પડકાર મળી શકે છે. તેને ૨૦૨૨માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૯૦.૫૪ મીટર ભાલો ફેંકી ગોલ્ડ જીત્યો હતો. ત્રીપલ ચેસમાં બામલેએ ૨૦૨૨માં બર્મિંગ કોમનવેલ્થ ગેમ્સ સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત પેરિસ ઓલિમ્પિકમાં ડબલ ડિજિટમાં મેડલ જીતે તેવી આશા એટલા માટે રાખવામાં આવી રહી છે કે બેડમિન્ટન અને હોકીની રમતમાં હાલ ભારત ટોચના સ્થાને છે. જેનું મુખ્ય કારણ આ બંને રમતોમાં ગત ટોક્યિો ઓલમ્પિકમાં ભારતે બે મેડલ જીત્યા હતા. પી વી સિંધુએ મહિલા સિંગલ્સમાં જ્યારે પુરુષોની ટીમે બ્રાન્ચ મેડલ જીત્યા હતા. ૨૯ વર્ષની સિંધુ પાસે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક લગાવવાની તક છે. હોકીની ટીમ પણ મેડલ જીતશે એવું લગભગ ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે. પીવી સિંધુની વાત કરીએ તો તેની ઊંચાઈ પાંચ ફૂટ અને ૧૧ ઇંચ છે. તે મોટી ટુર્નામેન્ટની અગ્રણી ખેલાડી રહી છે. વર્ષ ૨૦૨૪માં તેની જીતની ટકાવારી ૬૨.૫ ટકા છે. તેણે આ વર્ષે ૧૫ મેચ જીતી છે જ્યારે નવ મેચ હારી છે. વર્ષ ૨૦૧૬માં રિયો અને વર્ષ ૨૦૨૧માં ટોકિયોમાં તેનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું. બંને વખત તેને જીત મેળવી હતી. હોકીમાં ભારતનો દબદબો રહ્યો છે. ઓલિમ્પિકની વાત કરીએ તો ભારતે સૌથી વધુ કુલ ૧૨ મેડલ આ રમતમાં જ મેળવ્યા છે. જેમાં આઠ ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ગત ટોક્યિો ગેમમાં ભારતે જર્મનીને પાંચ-ચાર ગોલથી હરાવી બ્રોન્ઝ જીત્યો હતો અને તે સાથે ૪૧ વર્ષના હોકીમાં મેડલના દુકાળનો અંત લાવ્યો હતો. ભારત અત્યાર સુધી ઓલિમ્પિકમાં હોકીની ૧૩૪ મેચ રમ્યું છે. જેમાંથી ૮૩ મેચ જીતી છે. ભારતે એશિયા ગેમ્સમાં વર્ષ ૨૦૨૩માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત હોકીની એક સંતુલિત ટીમ છે. જેમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું મિશ્રણ છે. તેમાં વિશ્વના શ્રેષ્ઠ કહી શકાય એવા ખેલાડીઓ પણ છે. ગોલકીપર પી.આર.જી.એસ. ખૂબ સારા ફોર્મમાં છે. જાે કેપ્ટન હરમનપ્રીત સિંહ વિશ્વના સર્વશ્રેષ્ઠ ડ્રેગર તરીકે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખે તો ભારતીય ટીમ કોઈપણ ટીમ સામે ઘાતક સાબિત થઈ શકે છે. ટેબલ ટેનિસની રમતમાં પણ ભારતનું પ્રભુત્વ રહે અને મેડલ મળે એવી આશા રાખવામાં આવે છે. પેરિસમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળે તો પણ સંતોષ માનવા જેવો છે. ભારતની ટેબલ ટેનિસ ટીમમાં પ્રથમવાર ૨ ગુજરાતી ખેલાડીઓ રમશે. એક છે હરમિત અને બીજા છે માનવ ઠક્કર. હોકી બાદ રેસલિંગ એવી બીજી રમત છે જેમાં ભારતે સૌથી વધુ સાત મેડલ જીત્યા છે. ભારતે રેસલિંગમાં મેડલ જીતવાનો વર્ષ ૨૦૦૮ બેજિંગથી શરૂ કર્યું હતું. તે પછી ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં સુશીલ અને યોગેશ્વર દત્ત, ૨૦૧૬માં સાક્ષી મલિક અને ૨૦૨૦માં ટોકિયોમાં વિજેતા રહ્યા હતા. બજરંગ પુનીયાએ મેડલ જીત્યો હતો. ભારતની વિનેશ ફોગાટ જાણીતી રેશનલ છે. તે અનેક વિવાદો બાદ પણ ઓલિમ્પિકમાં ક્વોલિફાઇડ કરીને પેરિસ આવી છે. છ સભ્યોની ભારતની રેસલિંગ ટીમમાં પાંચ મહિલા છે જ્યારે એક જ પુરુષ રેસલર છે. જ્યાં સુધી બોક્સિંગની વાત છે, તો આ રમતમાં ગત બંને ઓલિમ્પિકમાં મહિલાઓએ ભારતને મેડલ અપાવ્યા હતા. ભારતને બોક્સિંગમાં અત્યાર સુધીમાં ત્રણ મેડલ મળ્યા છે. જાે ભારતને આ વખતે મેડલ મળે તો સતત બીજી ઓલમ્પિકમાં મેડલ મેળવ્યાની સિદ્ધિ નોંધાવી શકશે. ગત વખતે લવલીનાએ મેડલ જીતાડ્યો હતો. આ પહેલા ૨૦૧૨માં એમસી મેરી કોમ અને ૨૦૦૮માં છીપા દ્વારા ભારતને બોક્સિંગમાં મેડલ અપાવ્યો હતો. આ વખતે પણ મેડલની આશા રાખી શકાય એમ છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં ૧૩૭ સભ્યોની ખેલાડીઓની ટીમ મોકલી છે તેની સાથે ૧૪૦ સપોર્ટિંગ સ્ટાફ અને અધિકારીઓ પણ છે. જેમાંથી ૭૨નો ખર્ચ સરકાર ઉઠાવશે. કારણ કે તેઓ ટ્રાવેલિંગ સ્પોર્ટસ પર્સન્ટ તરીકે પાત્રતા મેળવી ચૂક્યા છે. નિયમ અનુસાર આ ૧૪૦માંથી ૬૭ સભ્યો ઓલિમ્પિક પૂરી થાય ત્યાં સુધી રહી શકે છે. જેમાં ઇન્ડિયન ઓલમ્પિક એસોસીએશનના ૧૧ અધિકારી છે. અધિકારીઓમાં પાંચ સભ્યો મેડિકલ ટીમના છે. એટલે ૭૨ને સરકારે મંજૂરી આપી છે. એટલે તેમનો ખર્ચ સરકાર ભોગવશે. જ્યારે બીજાનો ખર્ચ જે તે એસોસિએશન ભોગવશે. સરવાળે વાત કરીએ તો ભારતીય ૧૧૭ સભ્યોની ટીમમાં ઓલમ્પિકના પાંચ મેડલિસ્ટ પણ સામેલ છે. જેમાં નીરજ ચોપડા, મીરાબાઈ જાનુ, પીવી સિંધુ, લવલીના ,બોરગોહાઈનો સમાવેશ થાય છે. ટોક્યોના મેડલિસ્ટ પહેલવાન રવિ દહિયા તેમ જ બજરંગ પુનીયા પેરિસમાં જાેવા નહીં મળે. તેઓ ટીમમાં નથી. ભારતના ગ્રુપમાં એકમાત્ર નિરજ છે જે ગોલ્ડ માટે ચોક્કસ રમશે. અમુક રમત એવી છે કે જે ઓલિમ્પિકમાં સદીઓથી રમાતી આવી છે. ૧૨૮ વર્ષ અગાઉ ઓલિમ્પિકના પ્રારંભથી આ રમતો સામેલ છે. ક્યારેક હોકીમાં ભારતનો દબદબો હતો. જાેકે હવે સીનેરીઓ આખો બદલાઈ ગયો છે. ઓલિમ્પિકમાં મોટાભાગની રમતોમાં અમેરિકા આગળ રહ્યું છે. હવે જાેવાનું રહે છે કે પેરિસ ઓલિમ્પિકમાં શું સિનેરીઓ રહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution