ઈન્ડિયા આઈડિયાઝ સમિટ: PM મોદી - 'ભારતમાં રોકાણ માટે ઘણાં વિકલ્પ'

દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ની 'ઇન્ડિયા આઈડિયાઝ સમિટ'ને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારત રોકાણ માટે ઉભરતો દેશ છે. અહીં રોકાણના ઘણાં વિકલ્પો છે.

સમિટમાં ભારત અને અમેરિકાના નીતિ નિર્માતાઓ, અધિકારીઓ, વ્યવસાયિકો અને સમાજના ચિંતકો ઉપસ્થિત રહેશે. આ વર્ષની સમિટને સંબોધન કરનારાઓમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર, યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો, વર્જિનિયાના સેનેટર માર્ક વૉર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં યુએસના પૂર્વ રાજદૂત નિક્કી હેલી.આ અગાઉ વડાપ્રધાન કાર્યાલયથી મંગળવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ આ વર્ષની 'ઈન્ડિયા આઈડિયાઝ સમિટ'ની થીમ 'એક સારા ભવિષ્યનું નિર્માણ' છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સમિટમાં રોગચાળા પછીના વિશ્વમાં ભારત-અમેરિકનો સહયોગ અને બંને દેશો વચ્ચેના ભાવિ સંબંધો જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution