કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪માં ભારતનો દબદબો

લેખકઃ સોનાર્ક | 

૨૦૨૪ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મ નિર્માતાઓની ફિલ્મો છવાઈ ગઈ હતી. પાયલ કાપડિયાની “ઓલ વી ઇમેજિન એઝ લાઇટ”, હ્લ્‌ૈંૈંના વિદ્યાર્થી ચિદાનંદ એસ નાઇક દ્વારા બનેલી ફિલ્મ “સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નો” અને “ધ શેમલેસ”માં અનસુયા સેનગુપ્તાને એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

૭૭મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આઠ ભારતીય અથવા ભારતીય થીમ આધારિત ફિલ્મો ઝળકી હતી. પાયલ કાપડિયા જે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમણે “ઓલ વી ઇમેજિન એઝ લાઇટ” માટે ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ નિર્માતા બનીને ઇતિહાસ રચ્યો હતો.

તેણે કહ્યું હતું કે “અમારી ફિલ્મ અહીં લાવવા બદલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો આભાર. કૃપા કરીને બીજી ભારતીય ફિલ્મ માટે બીજા ૩૦ વર્ષ રાહ જાેશો નહીં.” આ મૂવીએ પાલ્મે ડી’ઓર પછી ગાલાનો બીજા ક્રમનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યો, જે અમેરિકન ડિરેક્ટર સીન બેકરને “અનોરા” માટે અગાઉ અપાયો હતો.

કાની કુસરુતિ, દિવ્યા પ્રભા અને છાયા કદમ અભિનીત મલયાલમ અને હિન્દી ફીચર ફિલ્મ “ઓલ વી ઈમેજીન એઝ લાઈટ”ની પટકથા મુંબઈની ત્રણ મહિલાઓની આસપાસ ફરે છે જે રોડ ટ્રીપ પર જાય છે.

કાપડિયાની આ મૂવી એવોર્ડ મેળવનાર ૩૦ વર્ષમાં પ્રથમ ભારતીય ફિલ્મ છે અને ભારતીય મહિલા દિગ્દર્શક દ્વારા મુખ્ય સ્પર્ધામાં પ્રદર્શિત થનારી પ્રથમ ફિલ્મ છે.

કેટલાક આંતરરાષ્ટ્રીય વિવેચકોએ તેને “અર્બન લાઈફના પોટ્રેઈટ” અને “કાવ્યાત્મક ધ્યાન” જેવી ઉપમા આપી હતી. સત્યજિત રે અને વોંગ કાર વાઈ જેવા માસ્ટર્સની સાથે તેની તુલના થઈ હતી. પરંતુ ભારતમાં આ ફિલ્મ ક્યારે પ્રદર્શિત થશે તે સ્પષ્ટ નથી.

લેખક-ગીતકાર વરુણ ગ્રોવરે કહ્યું કે આ ભારતીય સિનેમા માટે અદ્‌ભૂત દિવસ હતો.

પાયલ કાપડિયાએ ૨૦૨૧માં દસ્તાવેજી ફિલ્મ “અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ” માટે કાન્સમાં ઓઈલ ડી’ઓર એવોર્ડ જીત્યો હતો. પ્રોડક્શન ડિઝાઇનર સેનગુપ્તા, જેમણે બલ્ગેરિયન દિગ્દર્શક કોન્સ્ટેન્ટિન બોજાનોવની “ધ શેમલેસ”માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તે અન સર્ટન રિગાર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા.

“ધ શેમલેસ” સેક્સ વર્કરની શોષણ અને દુઃખની અંધારાવાળી દુનિયા પર આધારિત પટકથા ધરાવે છે.

બ્રિટિશ-ભારતીય દિગ્દર્શક સંધ્યા સૂરીની “સંતોષ”, જે અન સર્ટેન રિગાર્ડનો પણ એક ભાગ છે, તે કોઈ એવોર્ડ જીતી શકી નથી પરંતુ કેન્સમાં તેને દર્શાવવામાં આવી એ પણ એક સિદ્ધિ છે.

નાઈકની ફિલ્મ ‘સનફ્લાવર વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નોપ’ને લા સિનેફનું પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું હતું.

કન્નડ લોકકથા પર આધારિત, આ ફિલ્મમાં એક વૃદ્ધ સ્ત્રીનં કાલ્પનિક કથા છે જે એક કૂકડો ચોરી લે છે, જેના પગલે ગામમાં સૂર્ય ઊગતો અટકી જાય છે.

ત્રીજાે લા સિનેફ પુરસ્કાર ભારતમાં જન્મેલી માનસી મહેશ્વરીની એનિમેશન ફિલ્મ ‘બન્નીહૂડ’ને મળ્યો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution