બોક્સિંગમાં ભારતનું અભિયાન સમાપ્ત : લવલિના ક્વાર્ટર ફાઈનલમાં હારી


 પેરિસઋ:ભારતીય મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેને મહિલાઓની 57 કિગ્રાની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ચીનની લી ક્વાન સાથે ટક્કર આપી હતી. આ મેચમાં લવલીનાને હારનો સામનો કરવો પડ્યો હતો અને તે સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી. તેને ચીનની ખેલાડીના હાથે 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતાઓ આ વખતે ખાલી હાથ પરત ફર્યા છે. આ મેચમાં 140 કરોડ દેશવાસીઓ ઈચ્છતા હતા કે લવલીના જીતશે અને ભારત માટે મેડલ લાવશે પરંતુ તે તેમ કરી શકી નહીં અને 1-4થી હારી ગઈ. આ મેચમાં 5 જજે 28, 28, 29, 28, 27 પોઈન્ટ આપ્યા હતા. જ્યારે તેની પ્રતિસ્પર્ધી લી ક્વાનને તમામ જજ તરફથી 29, 29, 28, 29, 30 પોઈન્ટ મળ્યા હતા. લોવનીનાએ તેના તમામ રાઉન્ડમાં 140 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે ક્વીનને તમામ નિર્ણાયકોમાંથી 145 પોઈન્ટ મળ્યા હતા અને તે સેમિ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. લવલીનાએ મહિલા 75 કિગ્રા વર્ગના રાઉન્ડ ઓફ 16 મેચમાં નોર્વેની સુનિવા હોફસ્ટેડને હરાવીને કર્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution