ઋતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળની ઈન્ડિયા સી ટીમે જીત મેળવી ઃમાનવ સુથારે ૮ વિકેટ લીધી


નવી દિલ્હી:ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીવાળી ઈન્ડિયા સીએ દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં શનિવારે ત્રીજા દિવસે ઈન્ડિયા ડીને ચાર વિકેટે હરાવ્યું હતું. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ઈન્ડિયા ડી બીજી ઈનિંગમાં ૨૩૬ રનમાં આઉટ થઈ ગઈ હતી તેણે જીતવા માટે ૨૩૩ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે ઈન્ડિયા સીએ છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઈન્ડિયા સી તરફથી કેપ્ટન રૂતુરાજે ૪૬ રન, આર્યન જુયાલે ૪૭ રન અને રજત પાટીદારે ૪૪ રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે, ભારત સી નો દાવ એક સમયે ખોરવાઈ ગયો હતો અને તેણે ૧૯૧ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. જાેકે, અભિષેક પોરેલ અને માનવ સુથારે સાતમી વિકેટ માટે ૪૨ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. ઈન્ડિયા ડી તરફથી સરંશ જૈને જાેરદાર બોલિંગ કરી અને ચાર વિકેટ લીધી. સરંશે રૂતુરાજ, સાંઈ સુદર્શન, રજત અને બાબા ઈન્દ્રજીતની વિકેટ લઈને ઈન્ડિયા ડીને હરીફાઈમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. અભિષેક અને સુથાર વચ્ચેની ભાગીદારીએ ઈન્ડિયા સીને જીતની ઉંચાઈ પર પહોંચાડી હતી. સુથારે શાનદાર બોલિંગ કરી હતી અને બીજી ઇનિંગમાં સાત સહિત મેચમાં કુલ આઠ વિકેટ લીધી હતી. ઈન્ડિયા ડીએ ત્રીજા દિવસની શરૂઆત ૮ વિકેટે ૨૦૬ રનથી કરી હતી. અક્ષર પટેલ, જેણે બીજા દિવસે સ્ટમ્પ સુધી ૧૧ રન બનાવ્યા હતા, હર્ષિત રાણા ફક્ત ૩૦ વધુ રન જ ઉમેરી શક્યો હતો. અક્ષર ૨૮ રન બનાવીને નવમા બેટ્‌સમેન તરીકે આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ સુથારે ખાતું ખોલાવ્યા વિના આદિત્ય ઠાકરેને પેવેલિયન મોકલી દીધો અને ઇન્ડિયા ડીની ઇનિંગ્સનો અંત આણ્યો. સુથારે ભારતની છેલ્લી બે વિકેટ ડી. સુથારને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution