ભારત જીવજંતુઓની યાદી તૈયાર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો


નવી દિલ્હી:ભારતમાં જીવજંતુઓની પ્રથમ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં જીવજંતુઓની ૧,૦૪,૫૬૧ પ્રજાતિઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ સાથે ભારત આ પ્રકારનું કામ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા કોલકાતાના ફૌના ઓફ ઈન્ડિયા ચેકલિસ્ટ પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ સાથે ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો, જ્યાં પ્રાણીઓની પ્રજાતિઓ વિશે પ્રથમ વ્યાપક દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો. આ રીતે, ભારત જૈવવિવિધતા વિશે દસ્તાવેજ કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રથમ અગ્રણી દેશ બન્યો છે. સંશોધકો અને કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે જીવજંતુઓની આ યાદી સંશોધકો અને શિક્ષણવિદો માટે મદદરૂપ સાબિત થશે. આ દસ્તાવેજમાં, જીવજંતુઓની જાણીતી પ્રજાતિઓની ૧૨૧ સૂચિ તૈયાર કરવામાં આવી છે. આ સિવાય લુપ્તપ્રાય જીવજંતુઓની પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે જૈવવિવિધતા સંરક્ષણની બાબતમાં ભારત વિશ્વમાં અગ્રેસર દેશ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ‘એક પેડ મા કે નામ‘ના રૂપમાં પ્રથમ વ્યાપક કાર્યક્રમ શરૂ કર્યો. ભૂપેન્દ્ર યાદવે મોટી બિલાડીઓ, જૈવવિવિધતા અને ચિત્તા જેવા પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાં પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં ચિત્તા પુનર્વસન એક સફળ કાર્યક્રમ સાબિત થયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution