સ્માર્ટફોનનો આયાતકાર ભારત હવે વિશ્વનો અગ્રણી નિકાસકાર બનવા તરફ


એક સમયે સ્માર્ટફોનનો આયાતકાર ભારત હવે વિશ્વનો અગ્રણી નિકાસકાર બની રહ્યો છે. જાન્યુઆરીથી મે ૨૦૨૪ દરમિયાન દેશમાંથી લગભગ ૨.૬ કરોડ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે ૨૦૨૩માં ૨.૧૫ કરોડ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. ૨૦૨૨માં માત્ર ૫૮ લાખ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. વાણિજ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર અમેરિકા વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ૭૬ લાખ યુનિટ સાથે નિકાસનો સૌથી મોટો ખરીદદાર હતો. યુએઇ ૩૮ લાખ સ્માર્ટફોન સાથે બીજા ક્રમે છે. નવા મોડલની ઉપલબ્ધિથી વેગ મળ્યોઃ વૈશ્વિક સ્માર્ટફોનને વેગ આપવા માટે વિવો દ્વાર નવી ટેક્નોલોજી સાથે નવા આકર્ષક મોડલની રજૂઆત કરવામાં આવી રહી છે. વી૪૦ શ્રેણી સાથે પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે. ૫જીની માગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ- દેશની હાઇ પર્ફોર્મન્સ સ્માર્ટફોન આઈકૂ બહુપ્રતિક્ષિત ઝેડ૯ એસ શ્રેણી રજૂ કરશે.જે એવા યુવાન મલ્ટિટાસ્કર્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ હંમેશા સફરમાં હોય છે.એઆઇ ટેક્નોલોજીના કારણે વૈશ્વિક સ્તરે માગમાં ઝડપી વધારો થઇ રહ્યો છે.

રિયલમી ઈનોવેશનમાં વિશ્વમાં અગ્રણી બની- ભારતીય યુવાનોમાં સૌથી લોકપ્રિય રિયલમી તેની નેક્સ્ટ જનરેશન ૩૨૦ઉ ચાર્જિંગ ટેકનોલોજી રજૂ કરી છે.૨૦-૨૧ થી ૨૦૨૩-૨૪ વચ્ચે મોબાઇલ કંપનીઓ પાસેથી ૧.૮૨ લાખ કરોડ રૂપિયાનું ય્જી્‌ કલેક્શન પ્રાપ્ત થયું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધી છ વર્ષમાં મોબાઈલ ઉત્પાદન માટે ઁન્ૈં યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતા ૩૪,૧૪૯ કરોડ રૂપિયા કરતાં આ પાંચ ગણું વધારે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution