જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે લોકોને ખાતરી આપી કે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે. આ મુલાકાત દ્વારા કોંગ્રેસે સંકેત આપ્યો કે તેઓ આગામી ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિને ગંભીરતાથી લેશે અને પાર્ટી કાર્યકર્તાઓની મહેનત અને સન્માનની રક્ષા કરશે. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત ગઠબંધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ નષ્ટ થઈ ગયો છે.રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘જ્યારે દેશના અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે હું ખડગેજીને મળ્યો હતો. પછી અમે નક્કી કર્યું કે આપણે પહેલા જમ્મુ-કાશ્મીર જઈએ, કારણ કે અમે દેશના લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે જમ્મુ-કાશ્મીરના લોકોનું પ્રતિનિધિત્વ અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. .શ્રીનગરમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતાં લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી દરમિયાન ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ ગઠબંધને વડાપ્રધાન મોદીનો કોન્ફિડન્સ ડગમગાવી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીએ નહીં, પણ કોંગ્રેસ પક્ષ, ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ ગઠબંધન, પ્રેમ, એકતા અને સન્માનની વિચારધારાએ પરાજિત કર્યા છે.
આગામી મહિને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાય, તે પહેલા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે (દ્ગઝ્ર) ગઠબંધન કર્યું છે. એટલું જ નહીં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ઁડ્ઢઁ) પણ ગઠબંધનમાં સામેલ થવાની અટકળો વહેતી થઈ છે.નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ આજે (૨૨ ઓગસ્ટ) કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે.