આજે ટી -૨૦ વર્લ્ડકપ ફાઇનલ માટે ભારત- આફ્રિકા વચ્ચે મુકાબલો


બાર્બાડોસ:રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ શનિવારે ટી -૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. બંને ટીમો ફાઈનલ સુધી પોતાના અભિયાનમાં અપરાજિત રહી છે. એટલે કે જે પણ ટીમ જીતશે, તે ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ટ્રોફી કબજે કરશે. ટી -૨૦ વર્લ્ડકપમાં પહેલીવાર આ ચમત્કાર થવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત કોઈપણ વિશ્વ કપ (ટી ટ્‌વેન્ટી અથવા વનડે)ની ફાઇનલમાં પહોંચી છે. ભારત પાસે ઘણી ફાઈનલ રમવાનો અનુભવ છે. આ જ કારણસર દક્ષિણ આફ્રિકા સામે ભારતનો દબદબો માનવામાં આવે છે.સાઉથ આફ્રિકા ૧૯૯૮ પછી પ્રથમ વખત કોઈપણ આઇસીસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. ટી -૨૦ વર્લ્ડકપમાં ભારતનું અભિયાન ગયા વર્ષના ડોમેસ્ટિક વનડે વર્લ્ડકપ જેવું જ રહ્યું છે.જ્યાં તે ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ ત્યારબાદ ભારત ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ભારત અહીં પણ અત્યાર સુધીની શ્રેષ્ઠ ટીમ રહી છે. આઇસીસીસી ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાની એકમાત્ર જીત ૧૯૯૮ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં મળી હતી. ત્યારપછી દક્ષિણ આફ્રિકા ક્યારેય આઇસીસીસી ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી શક્યું નથી.ગયાનામાં સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતની જીતની સ્ટાઈલ જાેઈએ તો રોહિત શર્માની ટીમ ટાઈટલની પ્રબળ દાવેદાર હશે. ભારતીય ટીમની રચના કેરેબિયન દેશોની પીચો અનુસાર છે. આ મેચમાં ગયા વર્ષે ૧૯ નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામેની વનડે વર્લ્ડ કપની ફાઈનલની નિરાશાને પાછળ છોડવા ટીમ બેતાબ છે. ગયાનાથી બાર્બાડોસની ફ્લાઇટ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને કહ્યું, ‘હું જાણું છું કે ભારતને લાંબા સમયથી આઇસીસીસી ફાઇનલમાં સમસ્યા છે. પરંતુ મને નથી લાગતું કે દક્ષિણ આફ્રિકા કોઈ પડકાર રજૂ કરી શકશે. ભારત અત્યાર સુધી ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમ રહી છે અને ‘મેન ટુ મેન’ની દૃષ્ટિએ પણ દક્ષિણ આફ્રિકા નબળી ટીમ જણાય છે.સામે સારું પ્રદર્શન કરી શક્યો નથી પરંતુ ફાઇનલમાં ટીમ માટે બધું આપવા તૈયાર રહેશે. હેનરિક ક્લાસેનને પણ રનની જરૂર છે. દક્ષિણ આફ્રિકાનું ઝડપી બોલિંગ વિભાગ ચોક્કસપણે સારું પ્રદર્શન કરી રહ્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા જેવા બેટ્‌સમેનો સામે તે કેટલો અસરકારક છે તે જાેવું રહ્યું. શનિવારે વરસાદની સંભાવના છે. આઇસીસીસીએ આ મહત્વપૂર્ણ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે ૮ વાગ્યે શરૂ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution