બે વખતથી વધુ વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યામાં ૩૨%નો વધારો



વૈશ્વિક સ્તરે કોરોના મહામારી બાદ છેલ્લા બે-ત્રણ વર્ષથી ટૂરીઝમ સેક્ટરને ઝડપી વેગ મળી રહ્યો છે. આ વર્ષે વિશ્વભરમાં ખર્ચવામાં આવેલા દરેક ૧૦ ડોલરમાંથી, ૧ ડોલર મુસાફરી પર ખર્ચવામાં આવશે. લોકો હોટલ, ક્રુઝ અને ફ્લાઈટ બુક કરવા પાછળ ખર્ચ કરશે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (ઉ્‌્‌ઝ્ર)એ પોતાના અહેવાલમાં દર્શાવ્યું છે.

રિપોર્ટ અનુસાર આ વર્ષે વિશ્વ જીડીપીમાં ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીનું યોગદાન વાર્ષિક ધોરણે ૧૨.૧% વધીને લગભગ ૯૨૪ લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ થવાની ધારણા છે. જે વિશ્વના જીડીપીના ૧૦% હશે. પ્રી-કોવિડ સ્તર ૨૦૧૯ના જૂના રેકોર્ડ કરતાં ૭.૫% વધુ હશે. રિપોર્ટ અનુસાર, લોકો મુસાફરીને તેમની જીવનશૈલી અને બજેટનું એક મહત્વપૂર્ણ તત્વ માની રહ્યા છે, જે ઉદ્યોગ માટે પોઝિટીવ સંકેત દર્શાવે છે.

દેશમાં લેઝર ટ્રાવેલ એટલે કે રજાઓ દરમિયાન મુસાફરીમાં ઝડપથી વધારો થયો છે. આનું કારણ ડિસ્પોઝેબલ આવકમાં વધારો અને સરળ આંતરરાષ્ટ્રીય મુસાફરી છે. વર્ષમાં બે વખતથી વધુ વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યામાં ૩૨%નો વધારો થયો છે. ત્રણ ગણાથી વધુ વિદેશ પ્રવાસ કરનારા લોકોની સંખ્યામાં ૩૭%નો વધારો થયો છે.

ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝ ટુરીસ્ટને આકર્ષવા માટે છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત નવો ઉમેરો કરી રહી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી વૈશ્વિક સ્તરે ટૂરિસ્ટમાં આઉટબાઉન્ડ ક્રૂઝ સેગમેન્ટમાં ઝડપી માગ રહી છે જેના અનુસંધાને રિસોર્ટ્‌સ વર્લ્ડ વન પહેલી નવેમ્બરના રોજ દુબઈથી શરૂઆત કરશે. યુએઇ-યુરોપિયન દેશોમાં આ સેગમેન્ટમાં ઝડપી ક્રેઝ જાેવા મળી રહ્યો છે તેમ રિસોર્ટ્‌સ વર્લ્ડ ક્રૂઝના પ્રમુખ માઇકલ ગોહેએ દર્શાવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે ગલ્ફ માટે પ્રીમિયર ક્રુઝ પ્રદેશ તરીકે નવી તકો ખોલશે. ક્રુઝ પ્રવાસન ક્ષેત્ર માટે ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ મુસાફરીને વેગ આપવામાં આવી રહ્યો છે. ભારત વિશે તેઓ ઉલ્લેખ કર્યો કે ભારતમાંથી આ સેગમેન્ટમાં ગુજરાતમાંથી ૪૦ ટકાથી વધુ હિસ્સો જાેવા મળી રહ્યો છે. આ સેગમેન્ટમાં ગુજરાત મહત્વનું માધ્યમ બની રહ્યું છે. ઓમાની હેરિટેજ અને પર્યટન મંત્રાલય તેમના મુખ્ય ભાગીદારો સાથે નવેમ્બર ૨૦૨૪ થી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન ખાસાબ અને સુલતાન કાબૂસ પોર્ટ્‌સમાં રિસોર્ટ્‌સ વર્લ્ડ ક્રૂઝ માટે અનુભવ અને આતિથ્યની ખાતરી કરવા તૈયારીઓમાં ભૂમિકા ભજવી રહ્યું છે તેમ ઓમાનના ખાલિદ અલ અઝરીએ ઉલ્લેખ કર્યો હતો. રિસોર્ટ્‌સ વર્લ્ડ ક્રૂઝ અને ડીપી વર્લ્ડ દ્વારા એમઓયુ પણ સાઇન કરવામાં આવ્યા હતા.યુએસ ટ્રાવેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર અમેરિકામાં આ સેક્ટરમાં ૧૦ લાખ જગ્યાઓ ખાલી છે. ૨૦૨૩માં આ સેક્ટરમાં અંદાજે ૨.૭ કરોડ નોકરીઓ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution