વિશ્વભરમાં મુસાફરોની વધતી માગને કારણે એરલાઇન્સ ફ્લાઇટની સંખ્યામાં વધારો



દેશમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી થઈ શકે છે. તેનું કારણ એ છે કે બેંગલુરુ, કોચી અને અમદાવાદ સહિત ૧૬ મોટા એરપોર્ટ પર યુઝર ડેવલપમેન્ટ ફી (ેંડ્ઢહ્લ) ૨% થી વધીને ૨૨૩% થઈ ગઈ છે. પટના એરપોર્ટ પર આ ફી ૨૦૪ રૂપિયાથી વધીને ૬૬૦ રૂપિયા થઈ ગઈ છે. આ કારણે હવાઈ ભાડું ૪૫૬ રૂપિયા વધી શકે છે. ઉંચી ડેવલપમેન્ટ ફી એરપોર્ટના સંચાલન અને જાળવણી માટે યોગ્ય છે, પરંતુ તેનો બોજ મુસાફરો પર પડે છે. ઉડ્ડયન નિષ્ણાત ગૌરાંગ શાહ કહે છે કે, નવા એરપોર્ટના નિર્માણ અને ટિયર ૨-૩ શહેરોમાં કનેક્ટિવિટી અને ફ્લાઈટ્‌સમાં વધારો થવાને કારણે માગમાં ઝડપથી વધારો થયો છે.

ફ્લાઇટના અભાવને કારણે ઉદ્યોગ આ માગને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. સુવિધાઓમાં વધારાને કારણે એરપોર્ટ ઓથોરિટી ડેવલપમેન્ટ ફીમાં વધારો કરી રહી છે. જેના કારણે હવાઈ ભાડામાં વધુ વધારો થઈ શકે છે, પરંતુ મુસાફરોની સંખ્યાને અસર થશે નહીં.

આ ક્વાર્ટરના ભાડા ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૨૦% વધુ છે. દિલ્હીથી ચંદીગઢની ફ્લાઈટ ૨૦% મોંઘી છે.ભાડામાં વધુ વધારો થઈ શકે છે. કારણ એ છે કે સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી, ઓણમ અને ગણેશ ચતુર્થી વીકએન્ડ નજીક છે. આ સમયગાળા દરમિયાન ભારે માગ ઉભી થઈ રહી છે.વિશ્વભરમાં મુસાફરોની વધતી માગને કારણે એરલાઇન્સ ફ્લાઇટની સંખ્યામાં વધારો કરી રહી છે. જેના કારણે ટિકિટના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને એશિયા અને યુરોપમાં હવાઈ મુસાફરી સસ્તી થઈ ગઈ છે. ટ્રાવેલ ગ્રૂપ ફ્લાઈટ સેન્ટરના જણાવ્યા અનુસાર, ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં ૬%નો ઘટાડો થયો છે. ઓસ્ટ્રેલિયાથી ઈન્ડોનેશિયાના ભાડામાં ૧૮%નો ઘટાડો થયો છે. ઓસ્ટ્રેલિયાથી યુરોપ અને અમેરિકાના ભાડામાં ૧૧%નો ઘટાડો થયો છે. ભારતમાં પણ આ જ ટ્રેન્ડ છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આંતરરાષ્ટ્રીય હવાઈ ભાડામાં સરેરાશ ૧૦%નો ઘટાડો થયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution