પૂર્વ મંત્રી કાંતિ ગામીત સહિત ૧૮ ની ધરપકડ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ  

સુરત, સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે યોજાયેલ ભાજપ ના માજી.મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીના લગ્ન/સગાઇ પ્રસંગ તથા તુલસી વિવાહના કાર્યક્રમનું આયોજન જીતુભાઈ ગામીતે કરેલ હતુ, જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી,જમણવાર કરવામાં આવેલ હતો. હાલમાં ચાલતી કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારી અનુસંધાને સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન અને જાહેરનામાનો ભંગ કરી પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય આયોજકો તથા કાર્યક્રમમાં સંકળાયેલ લોકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સોનગઢ પોલીસ મથકે ઇ.પી.કો. કલમ-૧૮૮, ૨૬૯ ,૨૭૦ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧(બી) તથા એપેડેમીક એકટની કલમ-૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ભાજપના અને ગુજરાત સરકારના એક માજી મંત્રી એ પોતાની પુત્રીના સગાઈના પ્રસંગમાં હકડેઠઠ જનમેદની એકઠી કરી સરકારની ગાઇડ લાઇનનો સરાજાહેર ઉલ્લંઘન કરવા બદલ સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે. 

 કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકોને આ મહામારીમાં કોરોના વાઇરસનું સંકમણ થવાથી લોકોના જાનનુ જોખમ અને મૃત્યુ નિપજે તેવી જાણકારી હોવા છતાં કાર્યક્રમના આયોજન બાબતે કોઇપણ પ્રકારની પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે લોકોને ભેગા કરેલ હોય ઉપરોકત ગુનાના કામે ઇ.પી.કો. કલમ-૩૦૮ મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે. તેમજ સ્થાનિક પોલીસ મથકના પીઆઈ સી.કે.ચૌધરી નાઓ સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ ની મહામારીને અટકાવવા માટે બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન તેમજ જાહેરનામા બાબતે જાણકાર હોવા છતા આ કાર્યક્રમમાં હાજર રહી પ્રજામાં પોલીસ વિભાગની છાપ ખરાબ કરી ફરજમાં ગંભીર ઉપેક્ષા દાખવેલ હોય તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. સુત્રો અનુસાર ૧૮ જેટલા કસુરવારો વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તમામનો એન્ટીજન ટેસ્ટ કરી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

કથિત આરોપીઓના નામ 

૧. કાંતિભાઇ રેશ્માભાઇ ગામીત,માજી મંત્રી તથા ધારાસભ્ય 

૨. વિનોદભાઇ અનંતરાય ચંદાત્રે, નગરપાલિકા-કોર્પોરેટર

૩. કેવીનભાઇ ગીરીશભાઇ દેસાઇ, ભા.જ.પ. કાર્યકર

૪. જીતેન્દ્રભાઇ કાન્તીભાઇ ગામીત,

માજી મંત્રી/ધારાસભ્યના પુત્ર,સરપંચ

૫. મહેન્દ્રભાઇ મોહનભાઇ ચૌધરી, રસોઇયા

૬. અલ્પેશભાઇ શંકરભાઇ ગામીત, બેન્ડવાળા

૭. રમેશ ગંગાજી ગામીત, મંડપ સર્વીસ

૮. મીતેષ ગામીત, વીડિયોગ્રાફર

૯. હિરલકુમાર વીરસીંગભાઇ ગામીત રહે, પાથરડા

૧૦. દીપેશભાઇ મુકેશભાઇ ગામીત રહે, કિકાકુઇ

૧૧. હરેશભાઇ રમણભાઇ ગામીત રહે, રૂપવાડા

૧૨. મિતેશભાઇ ઠાકોરભાઇ ગામીત રહે, જામણકુવા

૧૩. સુરેશભાઇ શુક્કરીયાભાઇ ગામીત રહે, જામણકુવા

૧૪. ગુરજીભાઇ ડુટીયાભાઇ કોટવાળીયા રહે, નાના બંધારપાડા

૧૫. મંગાભાઇ બાબુભાઇ ગામીત રહે, તાડકુવા, વ્યારા

૧૬. અમીતભાઇ મણીલાલભાઇ ગામીત રહે, , વ્યારા

૧૭. એ.હે.કો. નીલેશભાઇ મણીલાલભાઇ,

હાલ નોકરી-વ્યારા પો.સ્ટે.

૧૮. પીઆઈ સી.કે. ચૌધરી, વ્યારા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution