વડોદરાના કયા કયા વિસ્તારોમાં કેસ નોંધાયા

શહેરઃ અલકાપુરી, સમા રોડ, મકરપુરા, વારસીયા રિંગ રોડ, ફતેપુરા, ફતેગજ, આજવા રોડ, અભિલાષા ચાર રસ્તા, છાણી, હરણી, તાંદલજા, પાણીગેટ, ઓલ્ડ પાદરા રોડ, સુભાનપુરા, કારેલીબાગ, અક્ષર ચોક, ગોરવા, વાઘોડિયા રોડ, સંગમ, ન્યુ ફૈંઁ રોડ, ગોત્રી, માંજલપુર, ડભોઇ રોડ, ભાયલી રોડ, મુંજમહુડા, માંડવી, વાસણા રોડ, કલાલી ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, કોયલી, કરોડિયા, અંકોડિયા, ભાયલી, સોખડા, આસોજ . સયાજી હોસ્પિ.માં પીપીઇ કિટ પહેરાવી

પરિવારજનોને ૪ કલાક બેસાડી રાખ્યા 

વડોદરા. અસુવિધાઓ માટે જાણીતી શહેરની સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીના અવસાન બાદ ચાર કલાક પીપીઇ કીટ પહેરાવી પરિવારજનોને બેસાડી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે.

પરિવારજનોએ મોડું થવાનું કારણ પૂછતાં હોસ્પિટલના સ્ટાફે મૃતદેહને પહેરવાની પ્લાસ્ટિકની બેગ નહી હોવાનો જવાબ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગત ૧૪મી તારીખે સયાજી હોસ્પિટલના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓની સારવાર શરૂ કરાઈ હતી. 

મૃતદેહ પર પહેરવાની બેગ નહી હોવાથી વિલંબ થતો હોવાનું કહ્યું

સારવાર દરમ્યાન તેઓનું આજે સવારે મોત નિપજતા તેમના પરિવારજનો હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ૧૦ વાગ્યે મૃતદેહ લઈ જવાનો હોવાથી પીપીઇ કીટ પહેરવા જણાવાયું હતું. જોકે ત્યારબાદ અંદાજિત ચાર કલાક એટલે કે ૨ વાગ્યા સુધી તેઓને મૃતદેહ સોંપવામાં આવ્યો નહતો. મૃતદેહ આપવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે અંગે પૂછતાં સ્ટાફે તેઓને મૃતદેહ પર પહેરવાની બેગ નહી હોવાથી વિલંબ થતો હોવાનું કહ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution