વડોદરા
શરીરના દુખાવાની દવા બનાવવા માટે જંગલોમાંથી પાટલા ઘોનો શિકાર કરી મારી નાખીને પાટલા ઘોમાંથી દવા બનાવતી ટોળકીનો શિનોર વન વિભાગે પર્દાફાશ કર્યો છે. વડોદરા જિલ્લાના શિનોર વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે પાટલા ઘોના વાઇરલ થયેલા વીડિયોના આધારે 11 મરેલી પાટલા ઘો સાથે બે શિકારીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પાટલા ઘો નો વિડિઓ વાઇરલ થતા શિનોર ફોરેસ્ટ વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પહેલા પાટલા ઘોનો વિડીયો સોશ્યિલ મિડીયા પર વાયરલ થયો હતો.આરોપીઓ પાટલા ઘોને પકડીને ઘરમાં રાખતાનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો.આ વિડીયો જોતા જ વિડિઓ વાઇરલ થતા શિનોર ફોરેસ્ટ વિભાગ એક્શનમા આવી હતી.
આ બંને આરોપીઓ કમલેશ એ 7 અને દસરથ એ 4 પાટલાઘો નો શિકાર કર્યાનું શિનોર ફોરેસ્ટ સામે કબુલ્યું છે. આ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.