વડગામમાં માસ્ક વગર ફરતા ૨૮ લોકો પાસેથી રૂ.૫૪૦૦ વસૂલવામાં આવ્યા

વડગામ,તા.૨૩ 

વડગામ તાલુકા મથકે માસ્ક વગર લોકોની ભારે અવરજવર કરતા હોવાના અહેવાલ લોકસત્તા-જનસત્તા દૈનિકમાં પ્રસિદ્ધ થતાં જ તાલુકાનું વહીવટીતંત્ર હરકતમાં આવી જઇને માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસુલ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.વડગામ શહેરમાં ઘણા સમયથી લોકો જીવના જોખમે ખુલ્લેઆમ બજારમાં ફરી રહ્યા છે.લોકડાઉન બાદ સરકાર દ્વારા કોરોનાની માહામારીને સમજીને નવા નિયમો સાથે બજારોમાં વેપારીઓને ધંધા રોજગાર માટેની છુટછાટ આપવામાં આવી છે. આમ જનતાને પણ કેટલાક નિયમો સાથે બજારોમાં જવા આવવાની છુટછાટો આપવામાં આવી છે.પરંતુ વડગામ શહેરમાં સવારથી લોકોની ભારે અવરજવર જોવા મળી રહી છે.જેમા મોટાભાગના લોકો મોઢા ઉપર માસ્ક વગર બજારમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા હોવાના સમાચારો લોકસત્તા-જનસત્તા દૈનિકમાં પ્રસિદ્ધ થતા જ મંગળવારે સવારે વડગામમાં વહીવટીતંત્ર હરકતમાં આવી જઇને વડગામ બસસ્ટેશન વિસ્તારમાં મામલતદાર આર.સી.ઠાકોર અને વડગામ પી.એસ.આઇ.ની ટીમ સવારથી જ એલર્ટ બનીને માસ્ક વગર બજારમાં જોવા મળતાં લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો હતો.જેમા વડગામ પોલીસ મથકના પી.એસ.ઓ કરણસિંહ દ્વારા જણાવ્યું હતું કે ૨૮ લોકો પાસેથી રૂ ૫૪૦૦ વસુલવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution