ઉમઠી ગામે મોયણીપાણી ફળીયા રોડ નજીક બાઈક પર લઈ જવાતો દારૂ પકડાયો

છોટાઉદેપુર , છોટાઉદેપુર વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ સ્ટાફના માણસોને સુચના કરતા અહે. કોસ્ટેબલ ચંદ્રસિંગભાઇ ભીલીયાભાઇ ક્વાંટ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક હિરો સ્પ્લેન્ડર પ્લસ મોસા નો ચાલક પોતાની મોસા ઉપર કંતાનના કોથળામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો વખતગઢથી ભરી કવાંટ તરફ આવી રહેલ છે જે બાતમી આધારે ઉમઠી ગામે મોયણીપાણી ફળીયા રોડ પાસે વોચ નાકાબંધીમાં હતા મોટર સાયકલ ઉપર લટકાવેલ કંતાનના કોથળામાં જાેતા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ની નાની-મોટી કુલ બોટલ નંગ- ૧૦૬ કિરૂ. ૩૫,૭૧૦/- તથા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ઉપયોગમાં લીધેલ હિરો સ્પ્લેન્ડર પ્લસ મોસા કિ રૂ. ૨૫,૦૦૦/- ગણી કુલ કિરૂ. ૬૦,૭૧૦/- નો મુદ્દામાલ સાથે આરોપી બાબુભાઇ ગુજીયાભાઇ ડુંગરાભીલ ઉવ. ૨૬ રહે. વસવાણી, નિચલા ફળીયા હાલ રહે. નાનાવાંટ, લીમડી ફળીયા તા. નસવાડી જીલ્લો છોટાઉદેપુર. ને ઝડપી પાડવામાં આવ્યો હતો

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution