ઘરમાં જ શીવલિંગનું જો પૂજન કરવામાં આવે તો પણ પ્રભુ એટલાં જ પ્રસન્ન રહે છે. ચાલો ત્યારે નજર કરીએ કેવી રીતે શિવલિંગનું પૂજન કરવું જેથી ભોળેનાથ વધુ પ્રસન્ન્ રહે. ભગવાન શંકરની પૂજા-ઉપાસના ધાર્મિક રીતે કરવી ખૂબ ફળદાયી માનવામાં આવે છે.
તાંબાના લોટામાં પવિત્ર જળ કે ગંગાજળ ભરી 'હર હર મહાદેવ' અથવા 'ॐ नमः शिवाय' ના પાઠ કરતા કરતા શિવલિંગ પર અર્પિત કરો. ભગવાન શીવનાં શીવલિંગ પર આંકડાનાં ફૂલ, ત્રણ પાનવાળા બિલિપત્ર, ધતૂરો અને ભાંગ અર્પિત કરો. આ પછી, તાંબાનાં લોટામાં દૂધ લઇ શીવલિંગ સ્નાન પૂજાની પદ્ધતિ દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને નિત્યકામ પતાવી સ્નાન કર્યા બાદ અને સ્વચ્છ કપડા પહેરો. ઘરના મંદિરમાં રાખેલી ભગવાન શીવની તસવીર કે શીવલિંગને ગંગાજળથી સાફ કરો. હવે ગંગાજળથી મંદિર સહિત આખા ઘરને પવિત્ર કરો.