સામાન્ય રીતે હિંદુ ધર્મમાં એવી માન્યતા કે કોઈ પવિત્ર કુંડ કે નદીમાં ડુબકી મારવાથી પાપ ધોવાય છે આમ છતા તેનો ઢંઢેરો પીટવામાં નથી આવતો, ક્યાંય કશું લખીને આપવામાં નથી આવતું. જયારે રાજસ્થાનમાં આવેલુ એક શિવ મંદિર એવુ છે કે તમારા પાપમાં ઘટાડો થયો છે તેવુ બાકાયદા સર્ટીફિકેટ આપે છે. કુંડમાં સ્નાન કરીને આ 11 સામાન્ય રીતે હિંદુ ધર્મમાં એવી માન્યતા કે કોઈ પવિત્ર કુંડ કે નદીમાં ડુબકી મારવાથી પાપ ધોવાય છે આમ છતા તેનો ઢંઢેરો પીટવામાં નથી આવતો, ક્યાંય કશું લખીને આપવામાં નથી આવતું. જયારે રાજસ્થાનમાં આવેલુ એક શિવ મંદિર એવુ છે કે તમારા પાપમાં ઘટાડો થયો છે તેવુ બાકાયદા સર્ટીફિકેટ આપે છે.
કુંડમાં સ્નાન કરીને આ 11 રૂપિયા આપનારને આ યોગ્યતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ભક્તને મળતાં આ સર્ટીફિકેટ પર લખાયેલુ હોય છે ‘પાપ-મુક્ત’ આ વાત છે રાજસ્થાનના ગૌતમેશ્વર મહાદેવ પાપમોચન તીર્થની. આ શિવ મંદિર રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં આવેલુ છે. ગૌતમ ઋષિના વખતથી અસ્તિત્વ ધરાવે છે. મંદિર સત્તાવાળા તરફથી પાપ-મુક્તિ સર્ટીફિકેટ આપવામાં આવે છે. આ મંદિરે એવો દાવો કર્યો છે કે, તેમની પાસે ભારત સ્વતંત્ર થયુ તે પહેલાનો રેકોર્ડ છે કે મંદિરમાં આવેલા મંદાકિની કુંડમાં કેટલા લોકોએ ડુબકી લગાવી અને કેટલા લોકોને આવુ સર્ટીફિકેટ આપવામાં આવ્યુ. મંદિરના પુજારીઓનો સમુહ કે જે અમીનાત કછારી તરીકે ઓળખવામાં આવે છે તે સર્ટીફિકેટ ઈશ્યુ કરે છે. આ સર્ટીફિકેટ આપવા બદલ એક રૂપિયો લે છે જ્યારે 10 રૂપિયા દોષ-નિર્વાણ તરીકે લેવામાં આવતા હોવાનું બતાવવામાં આવે છે.
ગામેગામથી લોકો અહિં આવે છે અને કુંડમાં ડુબકી લગાવી 11 રૂપિયા ચડાવી પાપા મુક્તિ સર્ટીફિકેટ લઈને જાય છે. આ સ્થળ સદીઓથી લોકોનું આસ્થાનું કેન્દ્ર બનેલુ છે. સ્થાનિકો આ સ્થળને જનજાતીઓનું હરિદ્વાર તરીકે ઓળખે છે. સ્થાનિક આદિવાસી લોકોમાં આ સ્થળ અતિ મહત્વ ધરાવે છે. મે મહિનામાં યોજાયેલા મેળામાં અહિં લાખો લોકોએ હાજરી આપી હતી તેમ શર્માએ ઉમેર્યુ હતું. તાજેતરના વર્ષોમાં અ સ્થાન પર દર્શનાર્થીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આમ છતા ઘણાં યાત્રીઓ એવા છે કે જે આવુ સર્ટીફિકેટ મેળવવાથી દૂર રહે છે.