ગુજરાતના આ શેહરમાં હવે મેડિકલ કોલેજમાં અદ્યતન લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે ઓનલાઈન ઉપલબ્ધ થશે

વડોદરા-

 વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલના પરિસરમાં આવેલ બરોડા મેડિકલ કોલેજની મધ્યસ્થ પુસ્તકાલયમાં ડો. ટી.વી પટેલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ અદ્યતન કોમ્પ્યુર લેબનુ ડીન ડો. તનુજા જાવડેકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. સ્વ. ટી.વી. પટેલ ટ્રસ્ટના હોદ્દેદાર સર્વ ડો. જીતેન્દ્ર પટેલ, હર્ષદ પટેલ, નીલ પટેલ, વંદના પટેલ અને એસ.એસ.જી. હોસ્પિટલના તબીબી સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન અય્યર સહિતના મહનુભાવોની ઉપસ્થિતિમાં રિબીન કાપીને કોમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ડો. રંજન અય્યરે જણાવ્યુ કે, જેમના નામે ટી.વી. પટેલ ટ્રસ્ટ ચાલે છે તેવા સ્વ.ઠાકોરભાઈ પટેલ એક સમયના ગુજરાતના આરોગ્ય મંત્રી રહેલા છે તેમનો એસ.એસ.જી. હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ સાથે પણ નાતો પણ રહ્યો છે. તેઓ ગાયનેક વિભાગમાં પ્રાધ્યાપક અને વિભાગના વડા પણ રહી ચૂક્યા છે. ત્યારે આ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ કોમ્પ્યુટર લેબથી ખાસ કરીને કોરોના મહામારીમાં જ્યારે અભ્યાસ જેવી પ્રવૃત્તિ ઓનલાઈન થઈ છે, ત્યારે વિધાર્થીઓને અભ્યાસઅર્થે અદ્યતન કોમ્પ્યુટર લેબથી સવિશેષ લાભ થશે. તેવી લાગણી ડો. રંજન અય્યરે વ્યક્ત કરી હતી. બરોડા મેડિકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકરે જણાવ્યું કે, ડો. ટી.વી. પટેલ લાઈબ્રેરી ડેવલપમેન્ટ ફંડમાંથી આશરે રૂ. ૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ ૫૦ કોમ્પ્યુટરથી સજ્જ અદ્યતન કોમ્પ્યુટર લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે અભ્યાસ ખૂબ માટે ઉગયોગી નિવડશે.   

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution