નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના કેન્દ્રીય બજેટમાં આઠમાં પગાર પંચની કોઈ જાહેરાત ન કરાઈ



૨૩ જુલાઈએ નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. પરંતુ આ બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી નથી. બજેટ પહેલા આઠમાં પગાર પંચની રચના કરવા માટે સરકારને રજૂઆત પણ કરવામાં આવી હતી. ૨૩ જુલાઈએ કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના કેન્દ્રીય બજેટમાં આઠમાં પગાર પંચની કોઈ જાહેરાત કરી નથી. કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સ પગાર પંચની રચનાની જાહેરાતની રાહ જાેઈ રહ્યાં હતા, જે તેની બેસિક સેલેરી અને ભથ્થાના રિવીઝન માટે ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય દિશાનિર્દેશોની ભલામણ કરત.

સામાન્ય રીતે કર્મચારીઓના પગારને લઈને પગાર પંચની રચના ૧૦ વર્ષમાં કરવામાં આવે છે. છેલ્લે સાતમાં પગાર પંચની રચના ૧ જાન્યુઆરી ૨૦૧૪માં થઈ હતી અને તેની ભલામણો ૧ જાન્યુઆરી ૨૦૧૬થી લાગૂ કરવામાં આવી હતી. તેને જાેતા કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના બજેટમાં આઠમાં પગાર પંચની જાહેરાત કરશે, જેનાથી ૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી તેના પગારમાં રિવીઝનની પ્રક્રિયા શરૂ થઈ જશે. આઠમાં પગાર પંચની સ્થાપનનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. પરંતુ જૂન ૨૦૨૪માં પગાર પંચની રચના માટે બે રજૂઆતો જરૂર મળી છે. રાષ્ટ્રીય પરિષદ (કર્મચારી પક્ષ), સંયુક્ત સલાહકાર મશીનરી (એનસી-જેસીએમ) કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના માન્યતા પ્રાપ્ત નિગમોમાંથી એક હતા, જેણે જૂનમાં સરકારને પત્ર લખી આઠમાં પગાર પંચની રચના સંબંધિત જાહેરાત કરવાની માંગ કરી હતી. એનસી-જેસીએમ સચિવ શિવ ગોપાલ મિશ્રા પ્રમાણે બજેટમાં સરકારે પગાર વધારવાને લઈને કે આઠમાં પગાર પંચને લઈને કંઈ કહ્યું નથી. તેમના પ્રમાણે વેતન મેટ્રિક્સ હજુ પણ રિવીઝન માટે પાત્ર છે. મિશ્રા અનુસાર કેન્દ્ર સરકાર કર્મચારીઓના વેતન મેટ્રિક્સ, જે તેની બેસિક સેલેરી નક્કી કરે છે, આઠમાં પગાર પંચની જાહેરાત પહેલા પણ રિવીઝન કરી શકાય છે. સામાન્ય રીતે વેતન મેટ્રિક્સને પગાર પંચના સૂચવેલા ફિટમેન્ટ ફેક્ટરના આધાર પર રિવીઝન કરવામાં આવે છે, જે ૧૦ વર્ષમાં એકવાર બને છે. પરંતુ સાતમાં પગાર પંચે મોંઘવારી ભથ્થું મૂળ વેતનના ૫૦ ટકા પહોંચવા પર કર્મચારીઓના વેતન મેટ્રિક્સની ભલામણ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution