અમદાવાદ-
રાજ્યસભામાં કૃષિ બિલ મુદ્દે ચર્ચા દરમિયાન સાંસદ અહેમદ પટેલે સરકાર પર પ્રહાર કર્યા. અહેમદ પટેલે કહ્યું કે સરકારને માર્કેટિંગ, પેકેજિંગ અને મેનેજિંગ કરતા જ આવડે છે. જે.પી.નડ્ડાએ અમારા ચૂંટણી ઢંઢેરા વિશે વાત કરી.
પરંતુ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને કિંમત નક્કી કરવાની વાત હતી. ત્યારે સરકારનું કૃષિ બિલનું હિત મૂડીવાદીઓ માટે છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં 5 પ્રમુખ સુરક્ષા ઉપાયો દર્શાવ્યા હતા. અહેમદ પટેલે કહ્યું કે કૃષિ સંબંધિત બિલ પહેલા કેન્દ્ર સરકાર ન્યાય યોજના લાગુ કરે. રાજ્યસભામાં કૃષિ બિલને લઇને ચર્ચામાં ગુજરાતના કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર નિશાન તાક્યું હતું. શક્તિસિંહ ગોહિલે કહ્યું MSP ન આપનાર સામે કાર્યવાહીની જોગવાઇ કેમ નહીં ? ખેૂડતોને ભ્રમિત કરવામાં આવે છે, આ વાત ખેડૂતોનું અપમાન કરે છે. બિલમાં કલેકટરને શક્તિ આપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું ખેડૂત ન કોર્ટમાં જઇ શકે, ન પોલીસ પાસે તો આ બિલ શું કામનું. ખેડૂતોને લૂંટી પણ લેવામાં આવશે અને સાંભળવામાં પણ નહીં આવે. તમે તમારા મંત્રીને ન સમજાવી શક્યા તો દેશને કેમ સમજાવશો. શક્તિસિંહ ગોહિલે સજન રે જુઠ મત બોલો, ભગવાન કે ઘર જાના હૈ. કોંગ્રેસ સાંસદે બિલ સિલેક્ટ કમિટિ પાસે મોકલવાની માગ કરી હતી.