જરોદની રાજપુરા સીમમાં ટ્રેક્ટરમાં ઘાસના પૂળા નીચેથી દારૂ ઝડપાયો

વાઘોડિયા

 જરોદ પોલીસ હદમા રાજપુરા ગામના બુટલેગર શૈલેષ ચૌહાણનામના બુટલેગરનો દારૂ આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. દારુ ઝડપાતા ચકચાર મચી હતી, બુટલેગર શૈલેષ ચૌહાણ દ્વારા છેલ્લા કેટલાંક સમયથી દારૂનો ધંધો કરતો હતો પરંતુ પોલીસની હાથ લાગતો ન હતો.આખરે મોડી રાતે પોલીસે વોચ ગોઠવી બુટલેગરના દારૂના જથ્થાને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મડી છે.રાજપુરા ગામની સીમમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસના પૂળા નીચે છુપાવી રૂપિયા ૪ લાખના દારુનો જથ્થો જરોદ પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યો હતો. ઁજીૈં એસ.જે. ડામોર ટીમે બાતમીના આઘારે દારૂને પકડવા રાજપુરા સીમમા રાતે ખેતરમાં પહોચી હતી. ખેતરમાં પહોંચતાજ ઘાસના પૂળા ભરેલી ટ્રોલી જાેઈ પોલીસ પણ એકવાર ગોથું ખાઇ ગઇ હતી. જાેકે, પોલીસને શંકા જતાં ટ્રોલીમા ભરેલા પૂળા દૂર કરી તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ટ્રેકટરમા મકાઈના પુડા નીચે છુપાવેલો ૪,૩૨,૪૦૫ કિમતનો ૭૫ પેટી દારૂ અને ટ્રેક્ટર ટ્રોલી મળી રૂપિયા ૪, ૮૨, ૪૦૫ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ બનાવ અંગે જરોદ પોલીસે દારૂ મંગાવી વેપલો કરનાર સુત્રધાર શૈલેષ વિક્રમસિંહ ચૌહાણ રહે. રાજપુરા, વાઘોડિયા, ટ્રેક્ટર ટ્રોલી જ્યાં મૂકી હતી તે ખેતરના માલિક બળવંતસિંહ શિવસિહ ચૌહાણ તેમજ ઘાસનો જથ્થો પૂરો પાડનાર અંદરસિંહ છત્રસિંહ ચૌહાણ સામે ગુન્હો નોંઘ્યો હતો.ઘટના સ્થળે ત્રણેય પોલીસને હાથ ન લાગતા વોન્ટેડ જાહેર કર્યા છે જરોદ પોલીસ સ્ટેશનમાં છજીૈં રામસિંહે ફરાર ત્રણે સામે ફરિયાદ નોધી ત્રણેયને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution