ચોમાસાની સિઝનમાં રજાના દિવસે ઘરે જ ટેસ્ટી વાનગી બનાવીને પરિવાર સાથે એન્જોય કરવાની મજા જ કંઈક અલગ છે. કચોરી તો બધા ઘરે જ બનાવતા હોય છે પણ આજે અમે તમને જણાવીશું મગની દાળની કચોરી બનાવવાની રીત, જે ખાવામાં પણ એકમદ સ્વાદિષ્ટ છે.
લોટ બાંધવા માટેની સામગ્રીઃ
2 કપ મેંદો,1/4 કપ (60 ગ્રામ) તેલ,અડધી ચમચી મીઠું,કચોરીમાં પૂરણ ભરવા માટેની સામગ્રી:,મગની દાળ 100 ગ્રામ (બે કલાક સુધી પલાળીને રાખવી),2 ચમચી લીલી કોથમીર,ઝીણાં સમારેલા મરચાં,1 ચમચી ધાણાજીરું,1/2 અડધી ચમચી લાલ મરચું,ચપટી હિંગ,1/2 ચમચી આદું,સ્વાનુસાર મીઠું,1/2 ચમચી મીઠું,1 ચમચી જીરું.
બનાવવાની રીતઃ
એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું અને તેલ નાખી મિક્સ કરીને થોડું-થોડું પાણી નાખીને લોટ બાંધી લેવો.લોટ ઢાંકીને 15-20 મિનિટ સુધી રાખી મૂકવો.પલાળેલી મગની દાળને પીસી લેવી.
એક કઢાઈમાં 3-4 ચમચી તેલ ગરમ કરવું. તેમાં જીરું, લીલા મરચાં, ધાણાજીરું અને મસાલો નાખીને બરાબર મિક્સ કરી લેવું.પીસેલી દાળ, મીઠું, ગરમ મસાલો, આદું અને લાલ મરચું નાખવું.સુંગધ આવે ત્યાં સુધી દાળ શેકવી. તમે ઈચ્છો તો કાજૂ અને સૂકી દ્રાક્ષ પણ નાખી શકો છો.તૈયાર દાળને એક બાઉલમાં કાઢીને ઠંડી કરવા મૂકવી.લોટના ગોળ લુઆ કરી તેને વણી લેવા અને તેમાં એક ચમચી દાળનું મિશ્રણ ભરવું.કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં એક પછી એક કચોરી તળવી અને ગોલ્ડન બ્રાઉન થાય સુધી તળવી.તૈયાર છે મગની દાળની કચોરી. આ ડિશ તમે ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો.