સુરચ-
સુરત શહેરમાં દિનપ્રતિ દિન ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. લુંટ, આત્મહત્યા, અપહરણ અને હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
સુરતના પુણા વિસ્તારમાં ડીએમજી પાર્કના ગોડાઉનમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. યુવકને ચપ્પુના ઘા મારી ભાગવા જતા આરોપીનો પીછો કરી પોલીસે ઝડપી પાડ્યો હતો. ગળાના ભાગે યુવકને ચપ્પુના ઘા મારવામાં આવતા ઘટનાસ્થેળે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરતના પુણા વિસ્તાર રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન સિદ્ધનાથ ઉર્ફ રાજુ છોટેલાલ કુટીલ આજે રૂપિયાની લેતી દેતી માટે મિત્ર પ્રિન્સ પાસે ગયો હતો. જોકે રૂપિયાની લેતી દેતીમાં પહેલાં બંને મિત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોત જોતામાં મામલો એટલો ઉગ્ર બનતા મારા મારી પર ઉતરી આવ્યા હતા.
આ દરમિયાન આવેશમાં આવેલા મિત્ર પ્રિન્સે છરીના ઘા મારી મિત્ર જ્ઞાન દેવ પર હુમલો કરી તેની કરપીણ હત્યા કરી નાખી. જ્ઞાન દેવને ગંભીર ઇજા થતાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું.