છેલ્લી બે મેચમાં ૧૫૩ લોકો ગરમીથી ઢળી પડ્યાં

અમદાવાદ અમદાવાદ મા ગરમીના વધુ તાપમાનના કારણે ઝાડા-ઊલટી, પેટમાં દુખાવો, ચક્કર આવવા અને ભારે તાવ જેવા ગરમી રિલેટેડ કેસોમાં વધારો થયો છે. મંગળવારે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે મેચ રમાઈ હતી. જે મેચ દરમિયાન બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાનને લૂ લાગી જતા બુધવારે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મેચ જાેવા ગયેલા લોકોમાંથી ૫૪ લોકોને ચક્કર આવવા, માથાનો દુખાવો અને ભારે તાવ જેવા ગરમીના લક્ષણો દેખાતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી. જેમાં સૌથી વધારે પાંચ લોકોને ગરમીની વધુ અસર જાેવા મળી હતી. જેને કારણે તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસની બે મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગરમીથી ઢળી પડવાના ૧૫૩ કેસ નોંધાયા. બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે મેચ રમાઈ હતી. જે મેચમાં ૯૯ લોકોને ગરમીની અસર થઈ હતી. લોકોને ચક્કર આવવા, માથાનો દુખાવો અને ભારે તાવ જેવા ગરમીના લક્ષણો દેખાતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી. અમદાવાદમાં ગરમીને લગતા કેસો જેવા કે, ભારે તાવ આવવો, પેટમાં દુખાવો અને ચક્કર આવવાના કેસોમાં વધારો થયો છે. મંગળવારે અમદાવાદમાં સૌથી વધુ ૪૨ લોકોને ગરમીની અસર થઈ હતી. જેમાં ભારે તાવ આવવાના ૩૩ કેસ, પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટીના ૭ તેમજ ચક્કર આવવાના ૨ કેસ નોંધાયા હતા.શહેરના વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનના ઝ્રદ્ગઝ્રડ્ઢ વિભાગના કર્મચારીઓ દ્વારા ર્ંઇજીના પેકેટોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રેડ એલર્ટ દરમિયાન બપોરના સમયે નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓને બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ગરમીથી બચવા માટે શું કરવું તેવા પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ઓઢવામાં તાજી જન્મેલી બાળકી હીટ સ્ટ્રોકનો ભોગ બનતા દાખલ કરવી પડી

ઓઢવ વિસ્તારમાં ૧૨ દિવસ પહેલા એક મહિલાએ નાની બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ થયાના બે જ દિવસ બાદ બાળકી ખૂબ જ રડતી હતી. બાળકીના શરીર પર ગરમીની અસર જાેવા મળી હતી અને તાવ જેવું લાગતું હતું. જેથી તાત્કાલિક ધોરણે તેના માતા-પિતા તેને સારવાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ જ્યારે તપાસ કરી તો ખૂબ જ હાઈ તાવ અને તેના શરીરમાં પાણી સૂકાય ગયું હોય તેવી પરિસ્થિતિ જાેવા મળી હતી. બાળકીનું વજન એકદમ જ ઘટી ગયું હતું. તેના શરીરમાં પાણીની કમી જાેવા મળી હતી.ડોક્ટરના જણાવ્યા મુજબ જ્યારે બાળકીને તપાસી તો બાળકીનું જન્મ સમયે ત્રણ કિલો વજન હતું. પરંતુ જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે આવી ત્યારે તેનું વજન ૧૭૦૦ ગ્રામની આસપાસ એટલે કે ૧.૫ કિલો વજન થઈ ગયું હતું. બાળકીના શરીરમાં પાણી ઓછું થયું હતું જેના કારણે શરીરના અન્ય અંગોમાં પણ અસર થઈ હતી. તેની કિડની પર અસર જાેવા મળી અને બાળકીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. જેથી તાત્કાલિક ધોરણે તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution