કોંગ્રેસમાં ગદ્દારોને દરવાજે બેસાડી સાચા સભ્યોને આગળ કરાશે : હાર્દિક

પાટણ,તા.૨૯ 

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ સૌ પ્રથમવાર પાટણના હાજીપુર ખાતે કોંગ્રેસ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પક્ષના કાર્યકરો સાથેની બેઠક દરમિયાન તેઓ દ્વારા પાટણ જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરવા માટે કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. તેઓએ વધું જણાવ્યું કે પક્ષપલટુ અને કોંગ્રેસને તોડનાર કોંગ્રેસના સદસ્યોને હવે યુવા નેતાઓના રાજમાં પક્ષના દરવાજે બેસાડી દેવામાં આવશે.એકવાર પક્ષમાંથી જીત્યા બાદ કોંગ્રેસને તોડવાનો જ સદસ્યો પ્રયાસ કરે છે તે સભ્યોને હવે એટલું જ કહેવું છે કે હવે કોંગ્રેસમાં વડીલો સાથે યુવાનો પણ છે જે આવા સદસ્યોને પક્ષના બારણે બેસાડશે. પક્ષ સાથે ગદારી કરનારાઓને ક્યારે ફરી પક્ષમાં સ્થાન મળશે નહીં. જુના અને સાચા સદસ્યોને જ ટિકિટ આપી તેમને આગળ લાવવામાં આવશે.આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કિરીટભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, દશરથભાઇ પટેલ, શંકરજી ઠાકોર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution