સંસદના સેન્ટ્રલ હોલમાં આપ સાંસદો દ્વારા ખેતી કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

દિલ્હી-

આમ આદમી પાર્ટી (આપ) ના બે સાંસદ સંજય સિંહ અને ભગવંત માનએ સંસદના સેન્ટ્રલ હોલમાં ફાર્મ કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ હોબાળો ત્યારે થયો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીદેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 96 મી જન્મજયંતિ નિમિત્તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. આમઆદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે પણ તેનો વીડિયો શેર કર્યો છે.

સંજયસિંહે આ વીડિયોને ટ્વીટ કર્યો છે, જેમાં તેઓ અને તે સાથે ભગવંત માન, કૃષિ કાયદાઓ વિરુદ્ધ સેન્ટ્રલ હોલની અંદર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને હાથમાં પોસ્ટરો લઈને વિરોધ કરી રહ્યા છે. તેમાંથી એકે કહ્યું, "ખેડૂત વિરોધી કાળો કાયદો પાછો લો". વીડિયોમાં વડાપ્રધાન મોદી સાથે ઘણા નેતાઓ ઉભા જોવા મળે છે. કેટલાક નેતાઓ સાથે વાત કર્યા પછી વડાપ્રધાન સેન્ટ્રલ હોલની બહાર નીકળ્યા. દરમ્યાનમાં AAP ના સાંસદ સૂત્રોચ્ચાર કરતા રહ્યા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution