માનહાનિના કેસમાં મેધા પાટકરને ૫ મહિનાની સજા કોર્ટ દ્વારા ૧૦ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો

  નવી દિલ્હી: મેધા પાટકરને ૫ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની સાકેત કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં આ સજા સંભળાવવામાં આવી છે. મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જાહેર કરવાનો અને આમ જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.કોર્ટે મેધા પાટકરને વિનય સક્સેનાને ૧૦ લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ આપ્યો છે. આ તેની બદનામીની ભરપાઈ માટે હશે. મહત્વનું છે કે, કોર્ટના ર્નિણય બાદ મેધા પાટકરની પ્રતિક્રિયા પણ આવી છે. ‘સત્યને ક્યારેય હરાવી શકાતું નથી. અમે કોઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે માત્ર કામ કરીએ છીએ. અમે આ ર્નિણયને ઉપરી અદાલતમાં પડકારીશું. મેધા પાટકર ‘નર્મદા બચાવો આંદોલન’ સાથે સંકળાયેલા છે. આ પહેલા કોર્ટે ૭ જૂને થયેલી સુનાવણીમાં મેધા પાટકરને દોષિત જાહેર કરી હતી અને સજા માટે ૧ જુલાઈની તારીખ નક્કી કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution