કેન્દ્ર સરકારે ૨૨ જુલાઈથી બજેટ સત્રનું આયોજન કર્યું છે. તેના એક દિવસ બાદ એટલે કે ૨૩ જુલાઈએ નાણામંત્રી ર્નિમલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. જનતા મોદી ૩.૦ ના આ પ્રથમ બજેટની રાહ જાેઈ રહી છે. મધ્યમ વર્ગને લાગે છે કે નાણામંત્રી આ વર્ષે તેમને રાહત આપતા ઘણા ર્નિણયો લઈ શકે છે. આમાંથી એક ન્યુનત્તમ પગારનો મુદ્દો છે. નિષ્ણાતોના અંદાજ મુજબ એક દાયકાની રાહ જાેયા બાદ કર્મચારીઓને આ મોરચે કોઈ સારા સમાચાર મળી શકે છે. ન્યૂનતમ પગાર ૧૫ હજારથી વધારીને ૨૫ હજાર રૂપિયા થઈ શકે છે.
હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારી ભવિષ્ય નિધિમાં યોગદાન આપવા માટે લઘુત્તમ પગાર રૂ. ૧૫,૦૦૦ છે. બજેટ ૨૦૨૪માં તેને વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. નાણામંત્રી ૨૩ જુલાઈએ રજૂ થનારા બજેટમાં આની જાહેરાત કરીને વર્ષોથી ચાલી આવતી માંગને પૂરી કરી શકે છે.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ સંકેત આપ્યો હતો કે તેઓ આગામી સરકાર પર મોટા ર્નિણયો લેવાની જવાબદારી છોડી રહ્યા છે. તેણીએ કહ્યું હતું કે તે વચગાળાના બજેટમાં મોટા ર્નિણયો લેવા માંગતી નથી. શ્રમ અને રોજગાર મંત્રાલય કર્મચારીઓના સામાજિક સુરક્ષા કવરેજને વધારવા માટે આ ફેરફાર કરવાના પક્ષમાં છે. દેશમાં ૧૦ વર્ષથી લઘુત્તમ વેતનમાં વધારો થયો નથી જ્યારે આ વર્ષોમાં ફુગાવામાં તીવ્ર વધારો થયો છે. અગાઉ ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ લઘુત્તમ પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમય સુધી લઘુત્તમ વેતન રૂ. ૬,૫૦૦ હતું, જે વધારીને રૂ. ૧૫,૦૦૦ કરવામાં આવ્યું હતું.
હાલમાં કેન્દ્રીય કર્મચારી ભવિષ્ય નિધિમાં લઘુત્તમ પગાર ૧૫ હજાર રૂપિયા છે. જાે કે, કર્મચારી રાજ્ય વીમા નિગમમાં લઘુત્તમ વેતન ૨૧ હજાર રૂપિયા છે. ઈજીૈંઝ્ર એ વર્ષ ૨૦૧૭માં જ લઘુત્તમ પગારમાં વધારો કર્યો હતો. ઈઁહ્લ ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર બંને મળીને બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના ૧૨-૧૨ ટકા યોગદાન આપે છે. આમાં, કર્મચારીઓનું સંપૂર્ણ યોગદાન ઈઁર્હ્લં ખાતામાં જમા થાય છે અને એમ્પ્લોયરનું ૮.૩૩ ટકા યોગદાન કર્મચારી પેન્શન યોજનામાં જાય છે અને ૩.૬૭ ટકા યોગદાન પીએફ ખાતામાં જાય છે.