ભાજપ સરકારમાં બદમાશોને ખૂલી છૂટ અને સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જુવે છે

નવીદિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હરિયાણા અને મહારાષ્ટ્રમાં મોબ લિંચિંગની ઘટનાઓને મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે, બદમાશોને ભાજપ સરકાર તરફથી ખૂલી છૂટ મળી છે, તેથી જ તેમનામાં આટલી હિંમત છે. લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમો પર સતત હુમલાઓ ચાલુ છે અને સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાસો જાેઈ રહ્યું છે.રાહુલનું કહેવું છે કે ભાજપ પાર્ટી નફરતનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને સત્તાની સીડી પર ચઢી રહી છે અને દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહી છે. ગુનેગારો ખુલ્લેઆમ ટોળાના રૂપમાં હિંસા ફેલાવી રહ્યા છે અને તેઓને ભાજપ સરકારથી ખૂલી છૂટ છે. આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જાેઈએ.આ ઘટના થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રના ઇગતપુરી પાસે ધુલે એક્સપ્રેસમાં બની હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.મહારાષ્ટ્રમાં ચાલુ ટ્રેનમાં એક વૃદ્ધ પર હુમલાની ઘટના સામે આવી છે. સાથી મુસાફરોએ વૃદ્ધને થપ્પડ મારી હતી અને દુર્વ્યવહાર કર્યો, તેના પર ગૌમાંસ લઈ જવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં બેઠેલા બાકીના લોકો ચૂપચાપ આ તમાસો જાેઈ રહ્યા હતા.

આ ઘટના થોડા દિવસો પહેલાં ઇગતપુરી પાસે ધુલે એક્સપ્રેસમાં બની હતી., થાણે જીઆરપીએ પાંચથી વધુ મુસાફરો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.એઆઇએમઆઇએમ સાંસદ ઈમ્તિયાઝ જમીલે વીડિયો શેર કરતા સરકાર અને પોલીસની નિંદા કરી હતી.નવા ફોજદારી કાયદામાં મોબ લિંચિંગ પર અલગ કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, શારીરિક ઈજા પહોંચાડતા ગુનાઓ કલમ ૧૦૦-૧૪૬ હેઠળ આવરી લેવામાં આવે છે.

મોબ લિંચિંગના કિસ્સામાં ઓછામાં ઓછી ૭ વર્ષની જેલ થઈ શકે છે. આજીવન કેદ અથવા મૃત્યુદંડની પણ જાેગવાઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution