તીરંદાજ અર્જુન એવોર્ડમાં રાજ્ય સંઘો રમત વિભાગની આગળ-પાછળ થવા મજબૂર થયા

નવી દિલ્હી,તા.૧

દેશના ઘણા તીરંદાજ અર્જુન એવોર્ડ માટે પોતાના નામોની ભલામણ કરવા રાજ્ય સંઘો, રમત વિભાગના ઓફિસરોની આગળ-પાછળ ફરવા માટે મજબૂર છે. ભારતીય આર્ચરી એસોસિએશનને ચૂંટણીના ૫ મહિના પછી પણ માન્યતા મળી નથી. તેવામાં તે રાષ્ટીય રમત પુરસ્કારો માટે તીરંદાજાના નામની ભલામણ કરી શકતું નથી. તીરંદાજીના કમ્પાઉન્ડ રાઉન્ડમાંથી મધ્ય પ્રદેશની મુસ્કાન કિરાર અને દિલ્હીના અમન સૈની અર્જુન એવોર્ડ માટે અરજી કરી રહ્યા છે. આ સિવાય પશ્ચિમ બંગાળના અતનુ દાસ અને મહારાષ્ટના પ્રવીણ જાધવ પણ રિકર્વ રાઉન્ડમાંથી છે. કોર્ટના આદેશ બાદ આ વર્ષે જાન્યુઆરીમાં આર્ચરી ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણી થઈ હતી. અગાઉ, રમત મંત્રાલયે સ્પોટ્‌ર્સ કોડનું પાલન ન કરવા બદલ ૨૦૧૨માં છહ્લૈંની માન્યતા રદ કરી હતી. જ્યારે ફેડરેશન પર વર્લ્ડ આર્ચરી ફેડરેશન દ્વારા ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ પ્રતિબંધ મૂક્્યો હતો. ત્યારથી, ભારતીય ખેલાડીઓ ઉછહ્લના ધ્વજ હેઠળ તમામ ટૂર્નામેન્ટોમાં ભાગ લઈ રહ્યા હતા. જાન્યુઆરીમાં કોર્ટે આપેલા માર્ગદર્શિકા મુજબ રમત-ગમત મંત્રાલય, ઉછહ્લ અને છૈંહ્લની દેખરેખ હેઠળ ચૂંટણીઓ યોજવામાં આવી હતી. આ પછી, ઉછહ્લએ છહ્લૈં પર શરતી પ્રતિબંધ હટાવ્યો. પરંતુ ચૂંટણીથી સંબંધિત દસ્તાવેજા કોર્ટ તરફથી રમત મંત્રાલય સુધી પહોંચ્યા ન હતા. તેથી, રમત મંત્રાલયે હજી સુધી ફેડરેશનની માન્યતા પુન સ્થાપિત કરી નથી. આંતરરાષ્ટીય આર્ચર અતનુ દાસે અર્જુન એવોર્ડ માટે અરજી કરી છે. તેણે ભાસ્કરને કહયુ કે મારા નામની ભલામણ કોચ સી. લાલરેમસાંગા દ્વારા કરવામાં આવી છે, તેમને ગયા વર્ષે મેજર ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફેડરેશનને માન્યતા મળી નથી. ગયા વર્ષે એશિયન તીરંદાજી ચેમ્પિયનશીપમાં અતનુએ ૩ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તે જ સમયે, ૧૪ વર્ષ પછી, તે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર વિજેતા ટીમનો સભ્ય પણ હતો. તેણે ટોક્યો ઓલિમ્પિક ટીમ ઇવેન્ટ, સિંગલ અને મિશ્રિત ડબલ્સના ત્રણ વર્ગો માટે ક્વોલિફાય કર્યું છે. મધ્ય પ્રદેશ રમતગમત વિભાગ અર્જુન એવોર્ડ માટે મુસ્કાન કિરારના નામની ભલામણ કરી રહયુ છે. તે ૨૦૧૬થી જબલપુરની આર્ચરી એકેડમીમાં તાલીમ લઈ રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution