૯૦ના દાયકામાં કરિશ્મા કપુરનો કરિશ્મા કમાલ હતો

બોલીવુડમાં ૯૦ના દાયકાની એક્ટ્રેસ એકથી એક ચડિયાતી હતી. એ પછી શ્રીદેવી હોય કે માધુરી દીક્ષિત કે પછી કાજાેલ કે કરિશ્મા. દરેક એક્ટ્રેસે હિટ ફિલ્મો આપીને ફિલ્મ જગતમાં અને પ્રેક્ષકોના દિલમાં રાજ કર્યું છે. એમાં તો શ્રીદેવી અને માધુરી દીક્ષિતના કામથી ઘણી એક્ટ્રેસ અભિનય કરવા ઉત્સુક થયેલી છે. જેમાં ૯૦ના સમયની ખૂબસૂરત એક્ટ્રેસ અને કપૂર ખાનદાની લાડકી દીકરી ‘મિસ લોલો’ એટલે કરિશ્મા કપૂર પણ બાકાત નથી. કરિશ્મા કપૂર એકથી એક હિટ ફિલ્મો આપીને લોકોની પ્રશંસાને પાત્ર બની હતી. ગોવિંદા અને સલમાન ખાન સાથે કરિશ્માની જાેડીને લોકોએ ઘણી પસંદ કરી હતી.

૧૬ વર્ષની ઉંમરે અભિનય શરૂ કરનાર કરિશ્મા કપૂરનો જન્મ ૨૫ જૂન ૧૯૭૪ ના દિવસે કપૂર ખાનદાનમાં થયો હતો. તે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરતી તે સમયની વધુ લોકપ્રિય અને સૌથી વધુ કમાણી મેળવનાર અભિનેત્રી હતી.

કરિશ્માના દાદા-દાદી પેશાવર અને કરાંચીના હતાં. પરંતુ ભારતના ભાગલા પડ્યા તે પહેલા ફિલ્મ કારકિર્દી માટે મુંબઈ આવી ગયા હતાં. ત્યારથી કપૂર ખાનદાન બોલીવુડમાં પ્રખ્યાત અને સફળ છે.

કરિશ્માની વાત કરીએ તો તેને શ્રીદેવી અને માધુરી દીક્ષિતના અભિનયથી પ્રેરાઈને બાળપણથી જ અભિનયને અનુસરવા ઈચ્છા જાગી હતી. સાથે સાથે કપૂર પરિવાર સાથે નિયમિતપણે એવોર્ડ સમારોહમાં હાજરી આપતી અને માતા-પિતા સાથે શૂટિંગ સાઈટ પર પણ જતી હતી.

પરિવાર ભલે બોલિવૂડમાં સફળ અને પ્રખ્યાત હોય પરંતુ ઘરની સ્ત્રીઓ કામ કરે તે કરિશ્માના પિતા રણધીર કપુર પસંદ કરતા નહતાં. તેમનું માનવું એમ હતું કે સ્ત્રીઓએ પરંપરાગત માતૃત્વની ફરજાે બજાવી જાેઈએ. જાેકે તેમની આવી વિચારસરણીને કારણે પતિપત્ની વચ્ચે ઘર્ષણ થતું રહેતુ હતું. અને ૧૯૮૮માં કરિશ્માના માતા પિતા અલગ થઈ ગયાં. બંને દીકરીઓનો ઉછેર માતા દ્વારા થયો હતો. માતા બબીતાને જ્યાં સુધી અભિનેત્રી તરીકે ફિલ્મમાં કામ ન મળ્યું ત્યાં સુધી ઘણી નોકરીઓ કરીને દીકરીઓને ઉછેર કર્યો હતો. કરિશ્માની વાત કરીએ તો તેણે માતાને નાણાકીય સહાય માટે કોલેજનો અભ્યાસ છોડીને અભિનય કરવાનું શરૂ કર્યું.

૧૯૯૧માં ૧૬ વર્ષની ઉંમરે પ્રથમ ફિલ્મ પ્રેમ ‘કેદી’થી ફિલ્મ કરિયરની શરૂઆત કરી અને બોક્સ ઓફિસ પર એક પછી એક હીટ ફિલ્મ આપી. કરિશ્માએ પોતાનો કરિશ્મા બતાવી પ્રેક્ષકોના દિલમાં રાજ કરવા લાગી.

‘રાજા હિન્દુસ્તાની’ અને ‘દિલ તો પાગલ હૈ’ જેવી રોમેન્ટિક ફિલ્મોથી તે લોકપ્રિયતાની ટોચ પર પહોંચી. જેના માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રી ફિલ્મ ફેર એવોર્ડ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થયો હતો. ત્યારબાદ ડેવિડ ધવનની ‘હમ પાંચ‘ કોમેડી ફિલ્મમાં અભિનય કરીને બોલીવુડમાં પોતાની એક અલગ અને આગવી ઓળખ ઉભી કરી હતી. ૨૦૦૦ ના દાયકાની ફિલ્મ ‘ફીઝા’ અને ‘ઝૂબેદા’ માટે પણ ઘણા પુરસ્કારો તેને મળ્યા છે.

કપૂર ખાનદાન હોય કે કપૂર પરિવારનો કોઈ પણ અભિનેતા કે અભિનેત્રી હોય, મીડિયામાં કે બોલીવુડમાં ટ્રોલ ના થયા હોય એવું ભાગ્યે જ બને. કરિશ્મા પણ એમાંથી બાકાત નથી. ખુબસુરત લોલોનું નામ ઘણા પ્રખ્યાત અભિનેતાઓ સાથે ચર્ચામાં રહ્યું હતું.

૧૯૯૨માં ‘જીગર’ ફિલ્મના કલાકાર અજય દેવગણ સાથે કરિશ્માના સંબંધ ૩ વર્ષ સુધી રહ્યાં હતાં એવું કહેવાય છે.

બચ્ચન પરિવાર પણ મીડિયામાં એ વખતે ચર્ચામાં હતું. ૨૦૦૨માં અભિષેક બચ્ચન સાથે કરિશ્માની સગાઈ તો થઈ અને થોડા સમયમાં સગાઈ રદ થઈ ગઈ હતી. જેનું કારણ આજ સુધી આપવામાં આવ્યું નથી.

આખરે ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૩માં કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે મુંબઈમાં લગ્ન કર્યા. ત્યારબાદ ૨૦૦૫ માં પુત્રી અને ૨૦૧૦માં પુત્રનો જન્મ થયો. પરંતુ લગ્નજીવન પણ સફળ ન રહ્યું. માતા પિતાની જેમ તેને પણ પતિથી અલગ થવાનું નસીબમાં હતું. નવેમ્બર ૨૦૧૪માં પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી પણ કરી હતી. જે ૨૦૧૫માં પાછી ખેંચવા અરજી કરી. પણ આખરે ૨૦૧૬માં બંને છૂટા પડ્યાં. કરિશ્માએ છૂટાછેડાની માટેની અરજીમાં પોતાના પતિ પર ઘરેલુ અત્યાચારનો આરોપ મૂક્યો હતો અને વધુ ઉમેરતા એવું પણ કહ્યું કે હનીમુન દરમિયાન તેના પતિએ તેના મિત્રો સાથે સુવા માટે દબાણ કર્યું હતું.

ઘણા વર્ષો બ્રેક લીધા પછી કમબેક કરતા કરિશ્માનું કહેવું છે કે અભિનય કલાકારની અંદર જ હોય છે. તે ક્યારેય દૂર થતો નથી. તે તેની પસંદગીની બહારની ફિલ્મો કરતી જ નહોતી. તેણે પોતાના બાળકોના સમય આપવાનું પસંદ કર્યુ હતું અને તેથી ફિલ્મો ન કરવી તેવો ર્નિણય કર્યો હતો. ભલે તે ફિલ્મ જગતમાં જેટલી એક્ટિવ નથી પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. કરિશ્મા હાલમાં એક રિયાલિટી શો ‘ઇન્ડિયા બેસ્ટ ડાન્સર ૪’માં જજ તરીકે જાેવા મળે છે અને ટૂંક સમયમાં થ્રીલર વેબ સિરીઝ ‘બ્રાઉન’માં અભય દેઓલ સાથે જાેવા મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution