સુરત,તા.૧૯
દક્ષિણ ગુજરાતમાં કોરોનાઍ તેનો કાળોકેર વતાવી રહ્ના છે. સતત કોરોના સંક્મીતોની સંખ્યામાં વધારો થઈ રહ્ના છે. તંત્રના અર્થાગ પ્રયાસો વચ્ચે પણ કોરોના અટકતો નથી અને દિવસે દિવસે તેના ચેપગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. આજે સુરતમાં વધુ ૧૩ ના મોત અને નવા ૨૯૧ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૦ હજારને પાર કરી ચુકી છે. કુલ સંખ્યા ૧૦૨૬૭ અને મોતનો આંક
૪૪૫ થયો હતો. વલસાડમાં વધુ ચારના મોત અને નવા ૧૪ કેસ નોંધાયા હતા.
સુરત શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. કોરોના ચેપગ્રસ્તની સંખ્યામાં જબ્બર ઉછાળો નોંધાઈ રહ્ના છે. સુરત શહેરની કફોડી બનેલી સ્થિતિને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા ઍક પછી ઍક અધિકારીઓની સુરતમાં નિમણુંક કરવામાં આવી રહી છે અને અધિકારીઓ દ્વારા તંત્ર સાથે મળીને કોરોનાને કાબુમાં લેવા માટે સમીક્ષા બેઠક કરી હતી. તો બીજી તરફ કોરોના દર્દીઓમાં રોજબરોજ થતા વધારાને ધ્યાને રાખીને તેમને પહોચી વળવા માટે અર્થાગ પ્રયાસો કરવામા્ આવી રહ્.યા છે આજે સવારે સુરતમાં કોરોના ના વધુ ૮૮ કેસ સપાટી ઉપર આવવાની સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૮૩૯૮ ઉપર પહોચી છે. જયારે સુરત ગ્રામ્યમાં પણ કોરોનાઍ અનલોક બાદ તીવ્રગતિઍ આગળ વધી રહ્યા છે.સુરત શહેરમાં કોરોના ની સ્થિતિ વિકટ બની રહી છે અને જિલ્લામાં પણ સ્થિતિ દિનપ્રતિદિન વકરી રહી છે હવે પાલિકાના કર્મચારીઓ પોલીસ સ્ટાફ તબીબ સહિત અનેક. કોરોના ની ઝપટમાં આવી ચૂકયા છે શહેરના કતારગામ. વેડરોડ, અડાજણ, રાંદેર, ઉધના,પાંડેસરા,ભેસ્તાન, ભાગળ અને ચોક વિસ્તારના રિટેલર્સ અને હોલસેલના મોટા વર્ગ દ્વારા સ્વૈચ્છિક બંધ નું પાલન થઈ રહ્યું છે જ્યારે અમુક એસોસિયેશનો સમયમાં ફેરફાર કરીને સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી જ દુકાનો કાર્યરત રાખી રહ્યા છે આવા સંજોગોમાં બોમ્બે માર્કેટ પણ ૩૧મી જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બોમ્બે માર્કેટમાં ૭૦૦થી ૮૦૦ વેપારીઓની અંદાજે દુકાનો છે જેમાં રોજના હજારો લોકોની અવર-જવર રહેતી હોય કોરોના નું પ્રમાણ વધે નહીં તે માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ હીરા બજાર ૧૯મી જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે નિર્ણયને હવે ફરી નિર્ણય લઇ આગામી ૩૧મી સુધી વરાછા અને મીની બજાર બંધ રાખવાનો નિર્ણય લંબાવવામાં આવ્યો છે.