સુરત-
સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના એક વોટ્સએપ ગ્રુપ માં કાર્યકર્તા વિજય મોદી દ્વારા બિભત્સ વીડિયો પોસ્ટ કરાયાનો વિડીયો વાયરલ થયો છે અને જે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જોકે વિજય મોદીએ તેનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે 4 વર્ષ ના નાના પૌત્ર થી ભૂલ થઈ હોવાના કારણે આવું બન્યું છે
છાશવારે રાજકીય પાર્ટીઓના વોટ્સએપ ગ્રુપમાં કોઈ ને કોઈ અગ્રણી અને કાર્યકર્તાઓ દ્વારા શરમજનક બિભત્સ વીડિયો પોસ્ટ કરવામાં આવે અને બાદમાં ભૂલથી બાળકો દ્વારા આવું થયું હોવાનો લૂલો બચાવ કરવામાં આવે છે ત્યારે આવી જ એક ઘટના શહેરના વોર્ડ નંબર 11માં ભાજપના કાર્યકર્તા દ્વારા કરવામાં આવી છે કે જેમાં પાર્ટીના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો તથા ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે સૌથી નવાઈની વાત તો એ છે કે આ ગ્રુપ માં ભાજપના ધારાસભ્ય અને અન્ય મહિલા કાર્યકર્તા પણ જોડાયેલા છે આ વિડીયો વાયરલ થયા બાદ શહેરના લાલગેટ વિસ્તારમાં કરિણાયાની દુકાન ચલાવતા વિજય મોદીએ કહ્યું કે, મારો મોબાઈલ ફોન છોકરા પાસે હતો. મેં કોંગ્રેસ કાર્યાલયનો ફોટો ગ્રુપમાં શેર કર્યો હતો.બાદમાં મોબાઈલ ફોન છોકરા પાસે હોવાથી તેનાથી ભૂલમાં વીડિયો અપલોડ થઈ ગયા છે.