સુરતમાં ફેશન ડિઝાઇનર યુવતીએ પોલીસ મથકને બાનમાં લીધું અને પછી..

સુરત-

સુરતમાં વીડિયો બનાવવા જેવી નજીવી બાબતમાં તકરાર થતા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફેશન ડિઝાઇનર યુવતીને એક મહિલા સાથે વીડિયો બનાવવા બાબતે માથાકુટ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ફેશન ડિઝાઇનર યુવતીને આ મામલે ઉમરા પોલીસ મથકમાં લઈ જવાતા તેણે શાંતિથી વર્તવાના બદલે પોલીસ મથક માથે લીધું હતું. યુવાનોમાં આજકાલ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. અને અનેક સ્થળોએ યુવાનો આ પ્રકારના વીડિયો બનાવતા નજરે ચડે છે. આ પ્રકારના વડીયો બનાવવાને લઈ સુરતમાં વિવાદ ઉભો થયો હતો.

જેને લઈને ફેશન ડિઝાઈનર યુવતીએ ઉમરા પોલીસ મથક માથે લીધું હતું. વીડિયો બનાવવા બાબતે મહિલા સાથે બબાલ થતા યુવતીને પોલીસ મથકે લઈ જવાઈ હતો. જેને લઈને પોલીસે હંગામો મચાવનાર યુવતી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. આજના આધુનિક યુગમાં લોકોમાં મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે. અને જાણે લોકોને મોબાઈલની લત લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જેમાં ખાસ કરીને આજ કાલ યુવાઓમાં અવનવા વીડિયો બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે.

અને વીડિયો બનાવવાને લઇ કેટલીક વખત વિવાદ ઉભા થાય છે અને મામલો પોલીસ મથક સુધી પહોચી જાય છે. ત્યારે સુરતમાં પણ વીડિયો બનાવવાને લઈ ફેશન ડિઝાઈનર યુવતી એ ઉમરા પોલીસ મથક માથે લીધું હતું. ૧૯ વર્ષીય યુવતી અને તેનો મિત્ર અબ્દુલ મજીદનઝીર ની અટકાયતી પગલાં ભરતા હંગામો મચાવ્યો હતો. યુવતી પોતાના મિત્ર સાથે વોક વે પર ફરવા ગઈ હતી અને વીડિયો ઉતારી રહી હતી ત્યારે પાણી વેચનાર મહિલાએ વીડિયો ઉતારવાની ના પાડી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution