અનુરાગનાં સપોટમાં એક્સ વાઇફ કહ્યુ : હંમેશા મહિલાનું સન્માન કર્યુ છે

મુંબઈ, તા.૨૨

પાયલ ઘોષ અને અનુરાગ કશ્યપનો વિવાદ થમવાનું નામ જ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ એક્ટ્રેસ પાયલ ઘોષે ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીના સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. અનુરાગ કશ્યપે આ આરોપોને નકાર્યા હતાં અને એક પછી એક એમ ચાર પોસ્ટ કરી હતી. બોલિવૂડના અનેક સેલેબ્સ અને અનુરાગની પહેલી એક્સ વાઇફ આરતી બજાજ બાદ હવે તેની બીજી એક્સ વાઇફ અને એક્ટ્રેસ કલ્કી કેકલાં પણ તેના સમર્થનમાં આવી છે. સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી કલ્કીએ ઈન્સ્ટાગ્રામ પરની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, પ્રિય અનુરાગ, આ સોશિયલ મીડિયાનું સર્કસ તારા પર હાવી ન થવા દેતો. કલ્કીએ લખ્યું કે, 'તે તારી સ્ક્રિપ્ટમાં મહિલાઓની સ્વતંત્રતા માટે લડાઈ લડી છે. તે અંગત જીવન ઉપરાંત પોતાની પ્રોફેશનલ સ્પેસમાં પણ મહિલાઓની સ્વતંત્રતાની તેમજ તેના સન્માનની રક્ષા કરી છે. હું તેની સાક્ષી રહી છું કારણકે તે મને વ્યાવસાયિક અને વ્યક્તિગત જગ્યામાં બરાબરની જગ્યા આપી છે. કલ્કીએ વધુમાં લખ્યું હતું કે, 'આપણાં છૂટાછેડા પછી પણ તું મારા સન્માન માટે ઉભો છો. આપણે સાથે ન હતાં એ પહેલાં તમે મને ટેકો આપ્યો જ્યારે હું મારા કામથી ડરતી હતી. આ સમય ખૂબ જ વિચિત્ર છે જ્યારે દરેક વ્યક્તિ એકબીજાને ગાળો આપી રહ્યાં છે અને ખોટા આરોપો કરે છે. તારે આ સમયે મજબૂત બનવાની જરૂર છે. આરતી બજાજે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, 'અનુરાગ કશ્યપ તમે રોકસ્ટાર છો. જેવી રીતે તમે મહિલાઓને સશક્ત કરો છો તેમ કરવાનું ચાલુ રાખો અને તે બધા માટે સલામત સ્થળ બનાવવાનું ચાલું રાખો. હું તેને પ્રથમ આપણી દીકરી સાથે જોઉં છું. દુનિયામાં કોઈ પ્રામાણિકતા બચી નથી અને સમગ્ર દુનિયા બેકાર લોકોથી ભરેલી છે. જો બધા લોકો પોતાની શક્તિનો ઉપયોગ અન્યને ધિક્કારવા માટે કરે તેના કરતા તેનો સર્જનાત્મક રીતે ઉપયોગ કરે તો આ વિશ્વ વધુ સારું હોત.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution