સુદાનમાં બળવાખોર સૈનિકોનો ગામ પર હુમલો ઃ૮૫ લોકોની કરપીણ હત્યા કરી

સુદાન:સુદાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં અર્ધલશ્કરી દળના બળવાખોર સૈનિકોએ એક ગામ પર હુમલો કરી દીધો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૮૫ લોકો માર્યા ગયા હતા. આ હુમલા દરમિયાન ઘરોમાં આગચંપી અને તોડફોડ મચાવી દેવામાં આવી હતી.

અધિકારીઓએ કહ્યું કે છેલ્લા ૧૮ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષની આ સૌથી ખતરનાક ઘટના છે. સુદાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (ઇજીહ્લ) દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ૧૫૦થી વધુ ગ્રામજનો ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એપ્રિલમાં અહીં ગૃહ યુદ્ધ શરૂ થયું ત્યારથી આરએસએફ પર દેશભરમાં વારંવાર નરસંહાર, દુષ્કર્મ અને અન્ય ગંભીર અત્યાચાર કરવાના આરોપ લાગી રહ્યા છે. અહેવાલ મુજબ ઘટનાનો ઉલ્લેખ કરતા ૩ ગ્રામવાસીઓએ કહ્યું કે સેંકડો આરએસએફ બળવાખોરોએ ગામમાં ઘૂસી વિસ્તારને ઘેરી લીધો હતો અને કલાકો સુધી સતત ગોળીબાર કર્યો અને લૂંટ ચલાવી. રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં ૮૦થી વધુ મૃતદેહો જાેવા મળ્યા હતા,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution