શહેરા
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં નાતાલ પર્વની ભાવભેર ઉજવણી થનાર છે. જ્યારે તાલુકાના શેખપુર ગામ ખાતે એક પરિણીત યુવાન એ તેના પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરીને ખિસ્તી ધર્મ અપનાવ્યો હતો. આગામી દિવસમાં આ ગામમાં અન્ય લોકો પણ ધર્મ પરિવર્તન કરી શકે તેવી શક્યતા રહેલી છે.
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં નાતાલ પર્વને લઇને ખ્રિસ્તી ધર્મમાં અનેરો આનંદ અને ઉત્સાહ નો માહોલ જાેવા મળી રહ્યો છે. જ્યારે તાલુકાના શેખપુર ગામ ખાતે ગુરૂવારના રોજ એક પરિણીત યુવાન સેલોત જગદીશ ભાઇ રામાભાઇ એ પોતાના પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરીને ખિસ્તી ધર્મ અપનાવતા સ્થાનિક ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જગદીશભાઈ અને નાયક બુધા ભાઈ એ ઉપસ્થિત સગા-સંબંધીઓને ખિસ્તી ધર્મ વિશે ની માહિતી આપવા સાથે નાતાલ પર્વની ઉજવણી કરી હતી.આવનાર દિવસોમાં આ ગામમાંથી અન્ય ગ્રામજનો પણ ધર્મ પરિવર્તન કરી શકે તેવી શક્યતાઓ હાલ રહેલી છે. ધર્મ પરિવર્તન કરેલ જગદીશભાઈએ જણાવ્યું હતું કે મને શરીર માં ગાંઠો હતી તેમજ બીમાર રહેતો હતો તે બધી મારી તકલીફો દૂર થવા સાથે મારો પરીવાર પણ હાલ ખુશ જાેવા મળતા મે ખિસ્તી ધર્મ અપનાવ્યો છે.
તાલુકાના અનેક ગામોમાં ધીમિગતીએ ધર્મ પરિવર્તન થઈ રહયુ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહયું છે.ત્યારે આવનાર દિવસોમાં કયા ગામોમાં ધર્મ પરિવર્તન થશે તે જાેવું જ બની રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર દેશમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે. લવ જેહાદનો મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે.
આવા માહોલદમાં પરીવારે હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવતાં ગ્રામજનોમાં તરેહતરેહની ચર્ચા થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મ પરીવર્તન ખૂબ જ જલદ મુદ્દો છે તેથી જાે કોઇ પણ કેસ આવે છે ત્યારે તે ચર્ચાસ્પદ બને છે. આવતીકાલે નાતાલ છે ત્યારે જ પરીવારે ધર્મ પરીવર્તન કર્યું હોવાથી લોકોમાં આ મુદ્દો ગરમાયો છે. જાેકે એવું જાણવા મળી રહ્યું છે કે પરીવારે રાજીખુશીથી ધર્મ પરીવર્તન કર્યું છે. આગામી દિવસમાં આ ગામમાં અન્ય લોકો પણ ધર્મ પરિવર્તન કરી શકે તેવી શક્યતા રહેલી છે. આ મુદ્ો આગામી દિવોસમાં ગરમ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.